પ્રભુકૃપાથી સપનું સાકાર : કોહલી

કૂલિજ (એન્ટીગ્વા) તા.19: દુનિયાના સર્વશ્રેષ્ઠ બેટધરો પૈકીના એક ભારતીય ટીમના કેપ્ટન વિરાટ કોહલીએ આંતરરાષ્ટ્રીય કારકિર્દીના 11 વર્ષ પૂરા કરવાને ભગવાનની મહેરબાની બતાવતાં તેને એક સપનાને સાકાર થતું ગણાવ્યું હતું. વિરાટે 2008માં શ્રીલંકામાં દામ્બુલામાં તેની ઇન્ટરનેશનલ કેરિયર શરૂ કરી હતી. એ મેચમાં તેણે 12 રન કર્યાં હતા. કોહલીએ કહયું તે આથી વધુની આશા કયારેય રાખી નથી. વિરાટ કોહલીએ તેના ટ્વિટર હેન્ડલ પર બે તસવીર શેર કરી છે. સાથે લખ્યું છે કે આ દિવસે 2008માં એક કિશોરના રૂપમાં શરૂઆત કરવાથી લઇને 11 વર્ષની યાત્રા પૂરી કરવા સુધી. મેં સપનામાં પણ વિચાર્યું ન હતું કે ભગવાન મારા પર આટલા મહેરબાન હશે. આપ બધાએ આપના સપના સાકાર કરવાની સાચી દિશા મળે અને શકિત મળે તેવી શુભેચ્છા. બધાનો આભારી છું. કોહલી જે બે ફોટા શેર કર્યાં છે. તેમાં એક શ્રીલંકા સામેના ડેબ્યૂ મેચનો છે. જયારે બીજો ફોટો એન્ટીગ્વામાં તે જે હોટલમાં છે તેના રૂમનો છે.  કોહલી તેની 11 વર્ષની કારકિર્દીમાં 77 ટેસ્ટ મેચમાં 2પ સદીથી 6613 રન, 239 વન ડેમાં 43 સદીથી 11પ20 રન કરી ચૂકયો છે. તે એક દશકામાં 20000 ઇન્ટરનેશનલ રન કરનારો વિશ્વનો એકમાત્ર બેટસમેન છે. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer