કચ્છમાં જુગાર રમતા 80 ખેલી પોલીસ સકંજામાં !

ગાંધીધામ, તા. 19 : પૂર્વ અને પશ્ચિમ કચ્છમાં શ્રાવણીયો જુગાર પૂરબહારમાં ખીલ્યો હોય તેમ પૂર્વ કચ્છમાં 13 દરોડામાં 16 મહિલા સહિત 80 શખ્સોની ધરપકડ કરવામાં આવી હતી. તો પશ્ચિમ કચ્છમાં એક દરોડામાં પાંચ ખેલી ઝડપાયા હતા, જ્યારે બે જણ નાસી જવામાં સફળ રહ્યા હતા. પકડાયેલા આ 85 ખેલીઓ પાસેથી રોકડા રૂા. 1,85,145 હસ્તગત કરવામાં આવ્યા  હતા. - ભચાઉમાં 19 ખેલી ઝડપાયા : ભચાઉના મણિનગર વિસ્તારમાં રહેતા વિક્રમ દિવાન કોળી, રાજેશ છગન કોળી, દિનેશ પુંજા રાઠોડ, હરિ કારા કોળી, ઉમર કારા કોળી અને અરવિંદ સોંડા કોળીની ધરપકડ કરવામાં આવી હતી. જુગાર રમતા આ શખ્સો પાસેથી રોકડા રૂા. 10,310 તથા 4 મોબાઇલ એમ કુલ્લ રૂા. 14,810નો મુદ્દામાલ હસ્તગત કરાયો હતો. બીજી બાજુ હિંમતપુરા વિસ્તારમાં છાપો મારી પોલીસે બાબુ પ્રેમજી રાઠોડ (વાળંદ), કમલેશ માદેવા, રવિ ઉર્ફે રમેશ લખુ વાળંદ, પ્રવીણ કાયા કોળી અને અકબર રમજુ અબડા નામના શખ્સોને પકડી પાડયા હતા. આ શખ્સો પાસેથી રોકડા રૂા. 13,505 તથા બે મોબાઇલ એમ કુલ્લ રૂા. 22,505નો મુદ્દામાલ જપ્ત કરાયો હતો. ત્રીજા દરોડામાં જેઠા રામા ગઢવી, ભરત બાબુ ગઢવી, શૈલેશ જગદીશ ઠક્કર, નરસિંહભા રામભા ગઢવી, મહેશ જેન્તીલાલ ઠક્કર, રફીક જુસબ સમા, જયસુખ લખમણ વાળંદ અને અબ્દુલ મોહમદ લંઘા નામના શખ્સોને પકડી લેવામાં આવ્યા હતા. આ  શખ્સો પાસેથી રોકડા રૂા. 48,840, 13 મોબાઇલ   તથા 6 વાહનો એમ કુલ્લ રૂા. 2,65,000નો મુદ્દામાલ કબ્જે કરાયો હતો. - સામખિયાળીમાં 16 મહિલાઓ ઝડપાઇ : શાહુનગર સેકટર-4માં જખુ નોંઘા વાઘેલાના ખુલ્લા મકાનની બાજુમાં ખુલ્લી જગ્યામાં જુગાર રમતા નાવીબેન વેલજી શેખા (મારાજ), ઉષાબેન ઉર્ફે બધીબેન દિનેશ, મણિબેન માનસંગ બગડા, વખતુબેન ભીખા નારાજ, અનુ.જાતિના વેજીબેન રાજેશ, અમરતબેન કરસન કોળી, રાધાબેન સાધુભાઇ કોળી, રોશનીબેન હાજી શેખ, તારાબેન મોહન કોળી અને નંદુબેન શામજી કોળી નામની મહિલાઓની ધરપકડ કરવામાં આવી હતી. પત્તાં ટીચનારી આ મહિલાઓ પાસેથી રોકડા રૂા.12,570 તથા એક મોબાઇલ એમ કુલ્લ રૂા. 13,070નો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો હતો. બીજી બાજુ સામખિયાળીનાં જ જંગી અને આંબલિયારા બાજુ જતા રોડની બાજુમાં જુગાર રમનારા વસંતીબેન દિલીપ તેજા બારોટ, પ્રેમીલાબેન શિવજી વેરશી ભાટ, પુનીબેન આંબા લખુ બારોટ, રમીલાબેન અરવિંદ પાલા બારોટ, કમળાબેન હીરા ખીમજી બારોટ અને મંજુલાબેન વિનોદ ગેલા બારોટ નામની મહિલાઓની અટક કરવામાં આવી હતી. આ મહિલાઓ પાસેથી રોકડા રૂા. 10,180 તથા ચાર મોબાઇલ એમ કુલ્લ રૂા. 17,180નો મુદ્દામાલ હસ્તગત કરવામાં આવ્યો હતો. - ભચાઉના જંગીમાં પાંચની ધરપકડ : જંગી ગામે કોળીવાસમાં જાહેરમાં પત્તાં ટીચતા ભરત રાઘુ કોળી, હમીર અરજણ કોળી, ડાયા હીરા કોળી, વીરજી નરશી કોળી અને રમેશ પ્રવીણ કોળી નામના શખ્સોને પકડી પાડવામાં આવ્યા હતા. આ શખ્સો પાસેથી રોકડા રૂા. 3130 અને ચાર મોબાઇલ એમ કુલ્લ રૂા. 9630નો મુદ્દામાલ પોલીસે જપ્ત કર્યો હતો. - શિણાયમાં પણ 8 ખેલીની અટક : શિણાય ગામના વથાણ ચોકમાં ધાણીપાસા વડે જૂગટું ખેલતા ગાંધીધામ, અંજાર  અને શિણાયનાં જ એવા કિરણ વિજય હડિયા, જયેશ રસિકલાલ બાંભણિયા, (આહીર), અશ્વિન શામજી હડિયા, કલ્પેશ જયરામ સોરઠિયા, રાહુલ લાલજી સોરઠિયા, યોગેશ જેરામ વાણિયા, પ્રકાશ ધરમશી પેડવા (આહીર) અને લાલજી કાનજી હડિયા નામના શખ્સોને દબોચી લેવામાં આવ્યા હતા. પકડાયેલા આ શખ્સો પાસેથી રોકડા રૂા. 21,570 તથા સાત મોબાઇલ એમ કુલ્લ રૂા. 54,070નો મુદ્દામાલ પોલીસે દફ્તરે ચડાવ્યો હતો. - ગાંધીધામમાં 12 શખ્સ પોલીસ પાંજરે : આ શહેરના ડી.બી.ઝેડ. નોર્થ વિસ્તારમાં અંબે માતાનાં મંદિર પાસે ચોકમાં ગંજીપાના વડે તીનપત્તીનો જુગાર રમતા ભૂપેન્દ્ર રામનારાયણ મિશ્રા, પ્રશાંત મનીષકુમાર શર્મા, બાબુ જુસબ મવું, સુનીલ દિનેશ આહીર, પ્રેમપ્રકાશ જયદેવપ્રસાદ શર્મા, પ્રકાશ?ઉર્ફે કેકડો કનૈયાલાલ સાવલાણી અને ગૌરવ મનસુખ ઠક્કરની પોલીસે ધરપકડ કરી હતી. જાહેરમાં પત્તાં રમતા આ શખ્સો પાસેથી રોકડા રૂા. 25,680 તથા છ મોબાઇલ એમ કુલ્લ રૂા. 66,680નો મુદ્દામાલ હસ્તગત કરવામાં આવ્યો હતો. બીજો દરોડો કાર્ગો એકતાનગર વિસ્તારમાં પાડવામાં આવ્યો હતો. જુગાર અંગેની આ કાર્યવાહી દરમ્યાન ભરત દેવશી સોલંકી, અશોક વસા, મોતી ભીખા ચૌહાણ, ધનજી કાંતિ પરમાર અને હરગોવિંદ પરબત પરમાર નામના શખ્સોની અટક કરવામાં આવી હતી. આ પત્તાંપ્રેમીઓ પાસેથી રોકડા રૂા. 17,000 જપ્ત કરવામાં આવ્યા હતા. - સાપેડામાં પણ સાત દબોચાયા : આ ગામમાં જાહેરમાં જુગાર ખેલતા એવા શાંતિલાલ પોચા મરંડ, માદેવા ઉર્ફે શાંતિલાલ જેસંગ?ડાંગર, વિશ્રામગર સેજગર ગુંસાઇ, બેચરા રણધીર વરાયા, રામજી કરસન ડાંગર, મોહનગર શંકરગર ગુંસાઇ અને ફકીરમામદ રહેમતુલ્લા માંજોઠી નામના શખ્સોને પકડી પાડવામાં આવ્યા હતા. આ શખ્સો પાસેથી રોકડ?રકમ રૂા. 10,250 જપ્ત કરાઈ હતી. - આંબલિયારામાં ચાર શખ્સ પોલીસ સકંજામાં : ગામના કોળીવાસમાં ગંજીપાના વડે હાર-જીતનો જુગાર રમતા બીજલ રૂપા કોળી, હરેશભા નોંઘા કોળી, વિરા રાજા બઢિયા અને લખુ ભાણા આહીરની ધરપકડ કરવામાં આવી હતી. આ શખ્સો પાસેથી રોકડ રકમ અને એક મોબાઇલ એમ કુલ્લ રૂા. 7190નો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો હતો. - કિડાણામાં ચાર પત્તાપ્રેમી ઝડપાયા : કિડાણાની શ્રીરામ સોસાયટીના પાણીના ટાંકા પાસે પત્તાં રમતા ભરત ભાણજી લોંચા, પરબત હીરા ગોહિલ, રાણા ડાયા સોલંકી અને દિનેશ વાલજી સોલંકીને પકડી પાડી રોકડા રૂા. 10,200 તથા બે મોબાઇલ એમ કુલ્લ રૂા. 21,200નો મુદ્દામાલ હસ્તગત કરાયો હતો. - રેલવે પોલીસે પણ જુગાર ઝડપી પાડયો : ગાંધીધામના રેલવેમથક નજીક ગૂડઝ યાર્ડ પાસે જુગાર ખેલતા સૈયદઅલી અલી શેર સુન્ની મુસ્લિમ, રમેશ વૈજનાથ આહીર, પપ્પુકુમાર ઔધેશ પાસવાન, શબ્બીર હુસેન હજરતઅલી મુસ્લિમ અને જોગીન્દર રામદરસ કનોજિયાને પોલીસે પકડી પાડયા હતા. આ શખ્સો પાસેથી રોકડ રકમ અને પાંચ મોબાઇલ એમ કુલ્લ રૂા. 19,370નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. - ટોડિયામાં બે પકડાયા, બે નાસી છૂટયા : ટોડિયામાં રામજી પટેલની વાડી નજીક રોડ પાસે જુગાર રમતા ભાણજી કાનજી ચાવડા, મામદ અલાના ઠુડિયા, રજાક અલાના ઠુડિયા, આસિફ?ઇશાક ઠુડિયા અને અનુ. જાતિના થાવર લખુની અટક કરાઇ હતી. જ્યારે મુસાદ દાઉદ પિંજારા અને પ્રવીણ?ઉર્ફે પલી લધા જોગી નામના શખ્સો નાસી જવામાં સફળ રહ્યા હતા. પકડાયેલા શખ્સો પાસેથી રોકડા રૂા. 4150 હસ્તગત કરવામાં આવ્યા હતા. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer