ડાયેટ કચેરીમાં આવેલી સર્વ શિક્ષા અભિયાન કચેરી ખાલી કરવા માંગ

ભુજ, તા. 19 : અહીંના જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન (ડાયેટ) સંકુલમાં આવેલી સર્વ શિક્ષા અભિયાન કચેરીનો કબ્જો છેલ્લા બે માસથી અનેક રજૂઆતો-નોટિસો બાદ અપાતો ન હોવાનો આક્ષેપ ઊઠયો છે. શહેરના સિનિયર સિટીઝન  અને ડાયેટના નિવૃત્ત કર્મચારી કે. વી. ભાવસારે જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી અને સર્વ શિક્ષા અભિયાનના જિલ્લા ડિસ્ટ્રીક્ટ પ્રોજેક્ટ કો-ઓર્ડિનેટર સંજય પરમાર સમક્ષ કરેલી રજૂઆત મુજબ ગત જૂનમાં જિલ્લા પંચાયત ખાતે રૂબરૂ થયેલી મુલાકાત દરમ્યાન આ કચેરીનો 10 દિવસમાં કબ્જો સોંપવા વિનંતી કરી હોવા છતાં છેલ્લા બે માસથી કચેરી ખાલી કરાતી નથી. ડાયેટ ખાતે જિલ્લા કક્ષાના તમામ પ્રાથમિક શિક્ષકોને તાલીમનું આયોજન થતું હોઈ હાલ આ ભવનમાં વધારેમાં વધારે 60 તાલીમાર્થી શિક્ષકો બેસી શકે તેટલો જ મધ્યસ્થ ખંડ હોવાથી એકી સાથે 500 શિક્ષકો બેસી શકે અને તાલીમ મેળવી શકે તેવો વિશાળ અને આધુનિક ટેક્નોલોજી ધરાવતો હોલ બનાવવા પ્લાન એસ્ટિમેટ તૈયાર કરી ગાંધીનગર મોકલવાના હોઈ તેમાં અડચણરૂપ બને છે, જેથી તાત્કાલિક ધોરણે દિવસ 15માં કચેરીનો પરત કબ્જો સોંપવા શ્રી ભાવસારે માંગ કરી છે. સર્વ શિક્ષા અભિયાનની કચેરી ખાલી પડેલી શાળા નં.9માં ખસેડવા રજૂઆત પણ કરવામાં આવી છે. 

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer