ટીમને જરૂર હતી ત્યારે સદી કરી : કોહલી

ટીમને જરૂર હતી ત્યારે સદી કરી : કોહલી
પોર્ટ ઓફ સ્પેન, તા. 12 : વેસ્ટ ઇન્ડિઝ સામેની બીજી વન -ડેની જીત બાદ ભારતીય સુકાની વિરાટ કોહલીએ કહ્યંy કે શરૂઆતમાં વિકેટ ગુમાવ્યા બાદ આગળ આવીને જવાબદારી લેવાનો વારો આ વખતે તેનો હતો. કોહલીએ બીજી વન-ડેમાં તેની 42મી સદી(120) ફટકારી હતી. બન્ને ઓપનર શિખર ધવન (2) અને રોહિત શર્મા (18)ને ગુમાવ્યા બાદ ભારતીય કપ્તાને 12પ દડામાં 120 રનની ઇનિંગ્સ રમી હતી. જેથી વરસાદ પ્રભાવિત મેચમાં ભારતનો પ9 રને વિજય થયો હતો. ત્રણ મેચની શ્રેણીમાં 1-0ની સરસાઇ મેળવ્યા બાદ કોહલીએ જણાવ્યું કે અમને ખબર હતી કે આ વિકેટ પર 270 ઉપરનો સ્કોર પડકારરૂપ બની રહેશે. ટીમને જ્યારે જરૂર હતી ત્યારે સદી કરવાથી સારું લાગી રહ્યું છે. શિખર અને રોહિત આજે મોટી ઇનિંગ્સ રમી શકયા નહીં, ટોચના ત્રણમાંથી એકે હંમેશાં મોટી ઇનિંગ્સ રમવાની હોય છે. સિનિયર ખેલાડીને આગળ આવવું પડે છે. આજે આગળ આવીને રમવાનો મારો વારો હતો. કોહલીએ વિશ્વ કપમાં પાંચ અર્ધસદી કરી હતી, પણ સદીથી વંચિત હતો. તેણે હવે માર્ચ બાદ સદી કરી છે. કોહલીએ કહ્યુy કે ટોસ જીતવો મહત્ત્વનો રહ્યો, કારણ કે બીજી ઇનિંગ્સમાં વિકેટ બેટધરો માટે મુશ્કેલ બની હતી. સુકાનીએ 71 રનની ઇનિંગ્સ રમનારા શ્રેયસ અય્યરની પ્રશંસામાં કહ્યુyં કે તે ઘણો આત્મવિશ્વાસથી રમ્યો. તેણે ઝડપથી રન કરીને મારા પરનું દબાણ ઓછું કર્યું હતું.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer