શ્રેયસ નં. ચાર પર યોગ્ય, પંત ધોનીની જેમ નીચેના ક્રમે રમે : ગાવસ્કર

શ્રેયસ નં. ચાર પર યોગ્ય, પંત ધોનીની  જેમ નીચેના ક્રમે રમે :  ગાવસ્કર
નવી દિલ્હી તા. 12 : પૂર્વ કપ્તાન સુનિલ ગાવસ્કરનું માનવું છે કે રિષભ પંતની તુલનામાં શ્રેયસ અય્યર વન-ડેમાં ચોથા સ્થાન પર વધુ સારો વિકલ્પ છે. આ સ્થાન પર શ્રેયસને સ્થાયી જગ્યા મળવી જોઇએ. એક વર્ષ બાદ ટીમમાં વાપસી કરનારા મુંબઇના શ્રેયસ અય્યરે વેસ્ટ ઇન્ડિઝ વિરદ્ધની બીજી વન ડેમાં 68 દડામાં 71 રનની ઇનિંગ્સ રમીને ભારતની જીતમાં મહત્વની ભૂમિકા ભજવી હતી. હાલ ટીમ ઇન્ડિયામાં મર્યાદિત ઓવરના ક્રિકેટમાં રિષભ પંતને નંબર ચાર પર મોકલવામાં આવે છે. જેના પર ગાવસ્કરે કહ્યંy કે મારો એવો મત છે કે પંતને ધોનીની જેમ પાંચ કે છ નંબર પર મોકલવો જોઇએ. તે ફિનિશરના રૂપમાં વધુ સારો રહેશે. કારણ કે તેને તેની સ્વાભાવિક રમત રમવાનો મોકો મળશે. જો 40-4પ ઓવર બાદ નંબર 4 ઉપર બેટિંગ કરવાનો હોય તો પંત ઠીક છે, પણ 30-3પ ઓવર સુધી બેટિંગ કરવાની હોય તો શ્રેયસ અય્યર ચોથા અને રિષભ પંત પાંચમા સ્થાને હોવા જોઇએ તેવો મારો મત છે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer