ભુજમાં `એગ્રોસેલ ટેનિસ કોર્ટ''નું ઉદ્ઘાટન

ભુજમાં `એગ્રોસેલ ટેનિસ કોર્ટ''નું ઉદ્ઘાટન
ભુજ, તા. 12 : કૃષિ, રમતગમત, આરોગ્ય સહિતના વિવિધ ક્ષેત્રોમાં સામાજિક જવાબદારી નિભાવવા માટે સદાય તત્પર રહેતા એગ્રોસેલ ઈન્ડસ્ટ્રીઝ પ્રા.લિ.ના સહયોગથી ભુજ જીમખાના સ્પોર્ટસ સેન્ટર ખાતે નવનિર્મિત `એગ્રેસેલ ટેનિસ કોર્ટ'નું એક્ઝિક્યુટિવ ડાયરેકટર ચૈતન્ય શ્રોફ અને તેમના પત્ની શિવાની શ્રોફના હસ્તે ઉદ્ઘાટન કરાયું હતું. કચ્છ, ગુજરાતના જાણીતા ઉદ્યોગપતિ તેમજ સમાજચિંતક કાંતિસેન શ્રોફ પરિવારના ઉદ્યોગગૃહ એગ્રોસેલના અધ્યક્ષ દિપેશભાઈ શ્રોફની ઉપસ્થિતિ વચ્ચે નવનિર્મિત સિન્થેટિક ટેનિસ કોર્ટની તકતીનું અનવારણ કરતાં ચૈતન્યભાઈએ ભવિષ્યમાં પણ સહકારનો કોલ આપ્યો હતો. જીમખાના અધ્યક્ષ બહાદુરસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, જીમખાના દ્વારા નિયમિતપણે અખ્તર લાહેજી અને ઝુબીન ઠક્કર જેવા કોચ તરફથી કોચિંગના કારણે જ ખેલાડીઓએ રાજ્ય અને રાષ્ટ્રીય સ્તરે કચ્છનો ડંકો વગાડયો છે. ખાસ ઉપસ્થિત રહેલા જિલ્લા જેલ અધીક્ષક ડી.એમ. ગોહિલ તેમજ રાજેન્દ્રસિંહ રાવે સંસ્થાની પ્રવૃત્તિ તેમજ એગ્રોસેલની સમાજપોષક પહેલોને બિરદાવી હતી. સેક્રેટરી જયદીપ પટેલની રાહબરી તળે કોર્ટના નિર્માણમાં જમીર ચોથાણી, મેહુલ સોમૈયા, દર્શન ઠક્કર, હિમાંશુ ચોથાણી, નિમિત્ત ચોથાણી, પલક મહેતા સહયોગી રહ્યા હતા. એગ્રેસેલના ડાયરેક્ટર રાજેન્દ્ર શાહ, હર્ષલ ગોહિલ, પરિતોષ દયાલ, પીયૂષ મહેતા, જય સોલગામા જોડાયા હતા. `એગ્રોસેલ ટેનિસ કોર્ટ'ના ઉદ્ઘાટન પ્રસંગે જીમખાના હોદ્દેદારો અબ્બાસભાઈ, નવીન સોની, રાજુ ભાવસાર, નવલસિંહ જાડેજા, સભ્યો, ખેલાડીઓ જોડાયા હતા. પી.એન. રાઠોડ, પ્રદીપ ઝવેરીએ કોર્ટના નિર્માણમાં માર્ગદર્શન આપ્યું હતું. પ્રકાશ ઠક્કરે સંચાલન કર્યું હતું.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer