ભચાઉનું ઐતિહાસિક બટિયા તળાવ ઓગનતાં આનંદો

ભચાઉનું ઐતિહાસિક બટિયા તળાવ ઓગનતાં આનંદો
ભચાઉ, તા. 12 : અહીંનું ઐતિહાસિક બટિયા તળાવ ઓગની જતાં નગરપાલિકા કચેરીએ ઢોલ વગાડી બટિયો ઓગન્યાની જાણ કરાઈ હતી. સુધરાઈ કચેરીથી વાજતે-ગાજતે બટિયા તળાવને વિધિપૂર્વક વધાવાયું હતું. ઘણા સમય બાદ ભૂતકાળમાં પીવા માટે પણ વપરાતું આ તળાવ ઓગનતાં લોકોમાં ખુશી ફેલાઈ હતી. નગરપાલિકા પ્રમુખ કુલદીપસિંહ જાડેજા તથા માર્કેટયાર્ડના પ્રમુખ ધર્મેન્દ્રસિંહ જાડેજા, શહેર ભાજપ પ્રમુખ ઉમિયાશંકરભાઈ જોષી, વેપારી આગેવાનો, બ્રહ્મસમાજના અગ્રણી, ટીના મારાજ, લુહાર સુથાર સમાજના અગ્રણી ચંદ્રેશભાઈ લુહાર સહિતના સામાજિક-રાજકીય અગ્રણીઓ, નગરજનોજોડાયા હતા. સમાંતર સાંજે પ્રાચીન અને પિયત માટે ઉપયોગી નવનારું ગણેશ ટીંબીવાળું તળાવ સુધરાઈ પ્રમુખ કુલદીપસિંહ જાડેજા અને આગેવાનો વધાવવા ગયા હતા. રિદ્ધિ-સિદ્ધિ વનમાં વૃક્ષારોપણ કરાયું હતું.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer