દયાપર તળાવ બીજા વર્ષે ઓગનતાં વધાવાયું

દયાપર તળાવ બીજા વર્ષે ઓગનતાં વધાવાયું
દયાપર (તા. લખપત), તા. 12 : તાલુકાના મુખ્ય મથક દયાપરનું તળાવ બે વર્ષે ઓગનતાં ગ્રામજનો દ્વારા વાજતે ગાજતે વધાવાયું હતું. આઝાદ ચોકથી મોટી સંખ્યામાં ગ્રામજનો તળાવ પાસે ગયા હતા જ્યાં વરુણદેવની પૂજા કરી હતી. બાદમાં હસમુખભાઇ પટેલ દ્વારા શ્રીફળ તળાવમાં નખાયું હતું. શ્રીફળ ગામના અલીમામદ મામદ કાજીએ કાઢયું હતું. જેનું ગ્રામજનોએ તાળીઓથી સ્વાગત કર્યું હતું. સરપંચ ભવાનભાઇ પટેલ અને વેપારી મહામંડળના પ્રમુખ વિશ્વનાથ જોશીના હસ્તે પ્રોત્સાહક ઇનામો અપાયાં હતાં. તળાવ વધામણામાં મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. પૂજાવિધિ બટુક મહારાજએ કરાવી હતી. ઉપસરપંચ ઉરસભાઇ નોતિયાર, પુનિત ગોસ્વામી, ભવાનભાઇ મુખી હાજર રહ્યા હતા.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer