ઝુરા તથા મુંદરામાંથી?14 ખેલીને એલસીબીએ ઝડપ્યા

ઝુરા તથા મુંદરામાંથી?14  ખેલીને એલસીબીએ ઝડપ્યા
ભુજ, તા. 12 : ભુજ તાલુકાનાં ઝુરા તથા મુંદરામાંથી જુગાર રમતા 14 ખેલીઓને સ્થાનિક ગુનાશોધકની શાખાએ બે જુદા-જુદા દરોડા પાડી ઝડપી પાડયા છે. ઝુરા બસ સ્ટેશન પાસે બાવળના ઝાડ નીચે ગંજીપાના વડે જુગાર રમતા જુસબ સાજન જત, વંકા આલા આહીર, ગાભુ રામા આહીર, દાદુ મુલા વાઢા, બાવજી ખેતાજી જાડેજા, ગુલામ રસુલ જુસબશા સૈયદ, બળવંતસિંહ દાનાજી જાડેજા, લાલજી માવજી હરિજન, આરબ અકિયા વાઢા (કોલી) અને સવાઈસિંહ પતુજી સોઢા, રહે. બધા ઝુરાને રોકડ રૂા. 5200 તથા મોબાઈલ ફોન નંગ-3, રૂા. 3000 એમ કુલ્લ રૂા. 8200ના મુદ્દામાલ સાથે ઝડપી ગુનો દાખલ કરાવાયો છે. એલસીબીની બીજી ટીમે મુંદરાના બારોઈ રોડ પર પિત્રોડા ફર્નિચર સામે આવેલા આરતી એવન્યૂ કોમ્પ્લેક્સના પાર્કિંગમાં ગંજીપાના વડે જુગાર રમતા ઝુલ્ફીકાર અભુભખર પઢિયાર (રહે. મૂળ નાગિયારી, હાલે : મુંદરા), મહેશ પ્રહલાદભાઈ પટેલ (મૂળ સુંદરપુર, તા. વિજાપુર, હાલે : સમાઘોઘા), વિપુલ દાનાભાઈ ગોહિલ (મૂળ :?ગાગોદર, તા. રાપર, હાલે : મુંદરા) અને પ્રતીક કેશુભાઈ કોલી (મૂળ : ગાગોદર, તા. રાપર, હાલે : ગાંધીધામ)ને રોકડા રૂા. 35,700 તથા મોબાઈલ ફોન નંગ 3, કિં. રૂા. 4500 એમ કુલ રૂા. 40,200ના મુદ્દામાલ સાથે ઝડપી પોલીસે ગુનો દાખલ કરી કાર્યવાહી આદરી હતી.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer