મુંદરામાં બંધારણના ઘડવૈયા ડો. આંબેડકરની પ્રતિમાનું અનાવરણ

મુંદરામાં બંધારણના ઘડવૈયા ડો.  આંબેડકરની પ્રતિમાનું અનાવરણ
મુંદરા, તા. 12 : અહીંની તાલુકા પંચાયત કચેરી દ્વારા સ્વભંડોળમાંથી પાંચ લાખના ખર્ચે તૈયાર થયેલી બંધારણના ઘડવૈયા ભારતરત્ન ડો. ભીમરાવ આંબેડકરની પ્રતિમાનું લોકાર્પણ તાલુકા પંચાયતના પ્રાગણમાં વરસતા વરસાદ વચ્ચે ધારાસભ્ય વીરેન્દ્રસિંહ જાડેજાના હસ્તે કરાયું હતું. આ પ્રસંગે શ્રી જાડેજા તથા તાલુકા પંચાયત પ્રમુખ દશરથબા ચૌહાણે જણાવ્યું કે, માંડવી, મુંદરા તાલુકામાં વિકાસ યાત્રા અવિરત ચાલુ છે તથા કરોડો રૂપિયાના કામો થયા છે અને હજી પણ વિકાસની ગતિ દોડશે કોઇપણ કામ બાકી હોય તો જણાવજો. આ કાર્યક્રમ સામાજિક ન્યાય સમિતિના ચેરમેન ચાંપશીભાઇ પી. સોધમના અધ્યક્ષસ્થાને યોજાયો હતો. પૂર્વ ધારાસભ્ય રમેશભાઇ મહેશ્વરી, તાલુકા ભાજપ પ્રમુખ વાલજીભાઇ ટાપરિયા, ધારાશાત્રી વિશ્રામભાઇ ગઢવી, તાલુકા વિકાસ અધિકારી એમ.જી. વાયડાએ વકતવ્યમાં બાબાસાહેબના જીવનની કામગીરીને બિરદાવી હતી તથા બંધારણની વિગતવાર વાત કરતાં જણાવ્યું હતું કે બાબાસાહેબ સૌના હતા. વર્ષો જુનું સ્વપ્ન પૂર્ણ થતાં તાલુકા પંચાયતની સમગ્ર ટીમને અભિનંદન પાઠવ્યા હતા. આ ટાંકણે શિવુભા જાડેજા, ખેંગાર ગીલવા, રાજેન્દ્રસિંહ જાડેજા, કીર્તિભાઇ ગોર, કુલદીપસિંહ જાડેજા, હકુભા જાડેજા, મજીદ તુર્ક, પ્રદ્યુમનસિંહ જાડેજા, અશોક મહેશ્વરી, શામજી લાખા સોધમ, નટુભા ચૌહાણ, કાનજી મહેશ્વરી, વિનુભાઇ થાનકી, પ્રકાશ પાટીદાર, મહેન્દ્રસિંહ જાડેજા, નીલકંઠ તલાટી સહિત મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. સંચાલન સમાઘોઘાના પૂર્વ સરપંચ વિજયસિંહ જાડેજાએ કર્યું હતું. સમગ્ર વ્યવસ્થા તાલુકા પંચાયતના સ્ટાફે કરી હતી.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer