જંગીમાં 35 વરસ પછી આખરે દલિત સમાજે કર્યું વાવેતર

જંગીમાં 35 વરસ પછી આખરે  દલિત સમાજે કર્યું વાવેતર
જંગી, તા. 12 : અહીં દલિત સમાજના લોકોને 35 વર્ષ પછી વડગામના ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણીના પ્રયાસોથી જમીનો પરત મળતાં આ જમીનો ઉપર વાવેતર કર્યા બાદ દલિત સમાજમાં ખુશીની લાગણી પ્રસરી હતી. જે ઘણા વર્ષોથી સંઘર્ષ કરી રહ્યા હતા તેમને મળેલા હક અધિકાર પૈકીની જે જમીનો પર ગેરકાયદે દબાણકારોના દબાણોથી મુક્ત કરીને વાસ્તવિકતા જમીની સ્તર પર સરકાર, પોલીસ પ્રશાસન તેમજ સભાસદો મંડળીના પ્રમુખ તેમજ તમામ માનવતાના મૂલ્યોને સમજનાર વર્ગમાં ખુશીની લહેર વ્યાપી હતી. જેમાં દબાણકારોથી પ્રથમ મુક્ત કરીને જમીનો દલિતોને ફાળવેલી હતી, જેમાં અગાઉ થોડા દિવસ પહેલાં અમુક સમાજના અગ્રણીઓ જેમને પવનચક્કી કૌભાંડો કર્યા હતા તેવાનું કૌભાંડ બહાર ન આવી જાય તે માટે એક ચોક્કસ સમાજને ગુમરાહ કરીને ટોળાશાહી કરીને કચ્છની કોમી એકતા બગાડવા પ્રયત્ન કરાયા હતા, પણ પૂર્વ કચ્છ પોલીસની કૂનેહની કામગીરી થકી સફળતા મળી હતી. જંગી ગામમાં દલિતોની જમીનો પર વાવેતર કરવામાં આવ્યું, જેમાં સરકાર પોલીસ પ્રશાસનની કામગીરી ખરેખર દલિત ગર્વને હર્ષેલ્લાસ અપાવી રહી હતી. દલિત વર્ગ કોઈ પણ વ્યક્તિને કોઈ સમાજને હેરાન કરવા કે ખોટા કેસોમાં નથી માનતો તેવું પણ જણાવ્યું હતું. જ્યારે સમગ્ર દેશમાં 370 કલમ દૂરની ખુશી મનાવતો હોય ત્યારે આજે 35 વર્ષો પછીની જે દબાણકારોથી જમીનો મુક્ત કરીને દલિતોને અપાઈ છે તેની પણ દરેક વર્ગને ખુશી થાય છે. મંડળીના પ્રમુખ વીરજીભાઈ, રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ કચ્છ જિલ્લા પ્રભારી નીલ વિંઝોડા, સભાસદો જગાભાઈ, જેરામભાઈ, નરશીભાઈ, સામતભાઈ, રવિભાઈ, ભચાઉ દલિત સમાજના પ્રેમજીભાઈ પરમાર, મહેન્દ્રભાઈ સામળિયા હાજર રહ્યા હતા.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer