`રજિસ્ટ્રાર'' માટેના 2018ના ધોરણો ઉમેદવાર શોધવામાં જ સમસ્યા સર્જશે

ભુજ, તા. 10 : 22મી નવેમ્બર-2018ના ગુજરાત સરકારના શિક્ષણ વિભાગે સરકારી યુનિવર્સિટીઓના રજિસ્ટ્રારની જગ્યાઓ ભરવામાં યુ.જી.સી.ના લાયકાતના ધોરણો સંબંધી એક પરિપત્ર બહાર પાડયો હતો પરંતુ જો તેમાં સુધારો કરવામાં નહીં આવે તો હવે યુનિવર્સિટીઓના રજિસ્ટ્રારો જ મળવા મુશ્કેલ બની જશે એવું ઉચ્ચ શિક્ષણના તજજ્ઞો કહે છે. સિવાય કે સરકાર નિમણૂકોમાં તેના ધોરણો પર જાતેજ અનદેખી કરે. અગાઉ રજિસ્ટ્રારનું પદ કાયમી હતું એથી વિવિધ ભવનોમાં અનુભવી પ્રાધ્યાપકો તેમાં અરજી કરતા પરંતુ હવે તે નિમણૂકની કાર્ય વર્ષ મર્યાદા પાંચ વર્ષ કરવામાં આવી છે અને લાયકાતના ધોરણો પણ 15 વર્ષના આસિ. પ્રોફેસરના અનુભવ અને તે પણ રૂા. 7000ના ગ્રેડ પે સ્કેલમાં અથવા આઠ?વર્ષનો અનુભવ રૂા. 8000ના ગ્રેડ પે સ્કેલમાં રાખવામાં આવ્યા છે. આ સૂત્રોનું કહેવું છે કે તેમાં મુશ્કેલી એ છે કે આવા અનુભવી પ્રાધ્યાપકો અરજી જ નહીં કરે કારણ કે પગારમાં મહિને માત્ર 8થી 10 હજારનો ફેર પડે છે અને અગાઉ કાયમી નિમણૂક હતી. હવે પાંચ વર્ષ પૂરા થયા બાદ તે અરજદારની નોકરી યુનિ. કે કોલેજમાં હોય તો બચતી નથી. રાજીનામું આપીને આવવાનું રહે છે ! આવું જોખમ કોણ લે?? કોલેજોના પ્રિન્સિપાલમાં પણ આ જ ધોરણ હોવાથી ઉમેદવારો મેળવવામાં સમસ્યા રહેશે. હા, જો કે, આ વિશ્વસનીય સૂત્રો ઉમેરે છે કે જેમને `પરોક્ષ વધુ' કમાવવામાં રસ હોય તેને પદ અને જવાબદારી પોષાઇ શકે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer