આજે પણ કચ્છ એક્સપ્રેસ અને સયાજી- નગરી એક્સપ્રેસ મુંબઈથી નહીં ઊપડે

ગાંધીધામ, તા. 12 : ભારે વરસાદના પગલે કચ્છનો રેલવે વ્યવહાર છેલ્લા ત્રણ દિવસથી ખોરવાયો છે, ત્યારે આવતીકાલે પણ રેલવે દ્વારા મુંબઈથી કચ્છ આવતી બન્ને ટ્રેનો રદ કરવામાં આવી છે. જ્યારે બે ટ્રેનને અમદાવાદ સુધી લાવી આંશિક રદ કરવામાં આવી છે. પશ્ચિમ રેલવે દ્વારા આજે મોડી સાંજે જારી કરાયેલી અખબારી યાદીમાં જણાવ્યા પ્રમાણે કચ્છ એક્સપ્રેસ બાન્દ્રા- ભુજ (22955) અને સયાજી- નગરી એક્સપ્રેસ દાદર-ભુજ (19115) આવતીકાલે તા. 13ના મંગળવારે પણ મુંબઈથી રદ કરવામાં આવી છે. આ ઉપરાંત શાલીમાર-ભુજ ટ્રેનને સામખિયાળી સુધી લાવવામાં આવી હતી. બાદમાં ખાલી રેકને અમદાવાદ લઈ જવામાં આવી હતી. ભુજ- શાલીમાર ભુજ-અમદાવાદ વચ્ચે રદ રહેશે અને અમદાવાદથી તેના નિયત સમય પ્રમાણે શાલીમાર જવા રવાના થશે. પુણે ભુજ (11092)ને અમદાવાદ ખાતે ટુંકાવી દેવાશે અને અમદાવાદ- ભુજ વચ્ચે રદ રહેશે. જ્યારે ભુજ-પુણે (11091) બુધવારે ભુજ-અમદાવાદ વચ્ચે રદ રહેશે અને અમદાવાદથી તેના નિર્ધારિત સમયે પુના જવા રવાના થશે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer