ગાંધીધામમાં જુગાર રમતા ચાર ખેલી પોલીસ પાંજરે

ગાંધીધામ, તા. 12 : શહેરના ભારતનગર રેલ્વે ટ્રેક સમાંતર ઝૂંપડાં વિસ્તારમાં જાહેરમાં પત્તાં ટીચતા ચાર શખ્સોની ધરપકડ કરી પોલીસે રોકડા રૂા. 10,230 જપ્ત કર્યા હતા. ભારતનગરના છેલા રોડ ઉપર આવેલા હરિ સથવારાના પાણીના પ્લાન્ટની પાછળ જુગાર રમતાં હરેશ રાજા સથવારા, અરવિંદ ભવાન સથવારા, પ્રવીણ મનજી સથવારા અને રામજી બિજલ સથવારાને પોલીસે દબોચી લીધા હતા. જાહેરમાં જુગાર ખેલતા આ શખ્સો પાસેથી રોકડા રૂા. 10,230 તથા ચાર મોબાઇલ એમ કુલ્લ રૂા. 31,730નો મુદ્દામાલ હસ્તગત કરવામાં આવ્યો હતો.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer