કોટડા (જ.) પંથક પર પણ સાડા ત્રણ ઇંચ વરસાદ

કોટડા-જ. (તા. નખત્રાણા), તા. 12 : નખત્રાણા તાલુકાના કોટડા, જડોદર, મથલ, ઉખેડા, કાદિયા, ખાંભલા, અમરપર દરેક જગ્યાએ શનિવારની રાત્રિએ શરૂ થયેલો મેહુલિયો ધીમી ધારે ક્યાંક સાતથી આઠ ઇંચ જેટલો વરસ્યાના સમાચાર છે. ધીમી ધારે વરસેલા વરસાદના પગલે કોટડા (જ.)નું ભોજરાઇ તળાવ ભરાઇ જતાં વાજતે-ગાજતે ગ્રામજનો દ્વારા વધાવાયું હતું જેમાં ગામના સરપંચ પ્રેમજીભાઇ ભગત પરિવાર, મણિલાલ લીંબાણી, ગાભુભા, નરશીભાઇ, બન્ટીભાઇ સોની, શાંતિભાઇ નાકરાણી, દામજીભાઇ તેમજ મહિલા મંડળની બહેનો દ્વારા તળાવને વિધિવત્ પૂજન દ્વારા વધાવાયું હતું. પટેલ બી. કે. વિદ્યાલયના આંકડા અનુસાર સાડા ત્રણ ઇંચ વરસાદ પડતાં મોસમનો વરસાદ શનિવાર સાંજ સુધી સાડા ચૌદ ઇંચ જેટલો નોંધાયો છે. ગ્રામજનોએ દેશાવર વસતા કચ્છીભાઇઓને વધાઇ આપી હતી અને આવનાર સાતમ આઠમના તહેવારો દુકાળનો ઓછાયો ઊતરતાં ધામધૂમ અને ઉત્સાહપૂર્ણ ઊજવાશે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer