કુકમા ગામે જુગાર રમતા નવ ખેલીની ધરપકડ

કુકમા ગામે જુગાર રમતા  નવ ખેલીની ધરપકડ
ગાંધીધામ, તા. 12 : ભુજ તાલુકાના કુકમા ગામમાં જાહેરમાં પત્તાં ટીચતા 9 શખ્સોની ધરપકડ કરી પોલીસે રોકડ રૂા. 18,500 હસ્તગત કર્યા હતા. કિડાણામાંથી પણ ત્રણ ઇસમોની જુગાર ખેલતા અટક કરવામાં આવી હતી. કુકમા ગામના મહેશ્વરીવાસ, વાછરાદાદાના મંદિર સામે આવેલા વાડામાં પોલીસે છાપો માર્યો હતો અહીં ગંજીપાના વડે જુગાર ખેલતા રમજુ જુસબ સના, ત્રંબક લખુ ચૌહાણ, સુલેમાન જાકબ ચાકી, અકબર ઇબ્રાહીમ કુરેશી, નૂરમામદ ગુલમામદ, ઓસમાણ સોતા, ડાયાલાલ કેશવજી મહેશ્વરી, તરુણ કરસન પરમાર, ભચુ અરજણ મહેશ્વરી અને રમજાન જાકબ ચાકી (રહે. બધા કુકમા) નામના શખ્સોની ધરપકડ કરવામાં આવી હતી. પત્તાં ટીચી અને પોતાનું નસીબ અજમાવતા તથા પોલીસના હાથે પકડાયેલા આ શખ્સો પાસેથી રોકડા રૂા. 18,500 જપ્ત કરવામાં આવ્યા હતા. આ દરોડામાં પધ્ધર પી.એસ.આઇ. વી.એચ. ઝાલા સાથે કાનજી જાટિયા, પ્રવીણ વાણિયા, ધર્મેન્દ્રસિંહ જાડેજા, અશ્વિન સોલંકી, સંજય રબારી, ભરત ચૌધરી વગેરે જોડાયા હતા. બીજી બાજુ ગાંધીધામના કિડાણામાં આવેલા મિયાણીવાસ ચોકમાં પોલીસે છાપો માર્યો હતો. અહીં ગંજીપાના વડે જુગાર રમતા આમદ હાજી કકલ, મનસુખ મ્યાજર આહીર અને શામજી હમીર આહીરની ધરપકડ કરવામાં આવી હતી. પકડાયેલા આ શખ્સો પાસેથી રોકડ રૂા. 16,900 જપ્ત કરવામાં આવ્યા હતા.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer