ધોનીને નિવૃત્તિ આપવાની તૈયારી

ધોનીને નિવૃત્તિ આપવાની તૈયારી
નવી દિલ્હી, તા. 15 : વર્લ્ડ કપની સેમિફાઇનલમાં ન્યૂઝીલેન્ડની સામે ભારતની આંચકારૂપ હાર બાદ મહાન ખેલાડી એમએસ ધોનીની ક્રિકેટ કારકિર્દી હવે સંકટમાં છે. પસંદગીકારોએ આ બાબતના સ્પષ્ટ સંકેત આપી દીધા છે કે વર્ષ 2011માં ભારતને વર્લ્ડ કપ ચેમ્પિયન બનાવનાર ધોની નિવૃત્તિ લેશે નહીં તો તે ક્યારેય ટીમ ઇન્ડિયા તરફથી રમી શકશે નહીં. વિશ્વસનીય સૂત્રોએ માહિતી આપતાં કહ્યું છે કે મુખ્ય પસંદગીકાર પ્રસાદ ધોની સાથે વાતચીત કરનાર છે. ધોની પહેલાંથી જ પોતાની નિવૃત્તિ અંગે માહિતી આપશે નહીં તો આ પ્રકારની વાતચીત કરવામાં આવનાર છે. ધોની હવે ટી-20 વર્લ્ડ કપ અને આગામી મેચો માટે હિસ્સા તરીકે રહેશે નહીં. ધોનીને હવે સન્માન સાથે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લઇ લેવાની જરૂર છે. ધોની હવે ક્યારેય પહેલા જેવા ફોર્મને હાંસલ કરી શકે તેમ નથી. સૂત્રોએ કહ્યંy છે કે પંત જેવા યુવા ખેલાડી પોતાના ઇન્તજારને લઇને ઉત્સુક છે. બીજી બાજુ ધોની પહેલાં જેવો ફિનિશર તરીકે રહ્યો નથી. છઠ્ઠા અને સાતમા નંબરે બાટિંગ કરવા માટે આવે છે ત્યારે પણ ધોની સંઘર્ષ કરતો નજરે પડે છે. આના કારણે ટીમને નુકસાન થઇ રહ્યું છે. ન્યૂઝીલેન્ડ સામે સેમિફાઇનલમાં પણ ધોનીએ ધીમી બાટિંગ કરી હતી. જ્યારે બોલની તુલનામાં વધારે રનની જરૂર હતી ત્યારે તે આઉટ થઇ ગયો હતો. રોચક બાબત એ છે કે નિવૃત્તિના મુદ્દા પર ધોની અને પસંદગીકારો વચ્ચે હજુ સુધી કોઇ વાતચીત થઇ નથી. એક પૂર્વ ખેલાડીએ કહ્યું છે કે ધોનીની હવે પસંદગી કરવામાં આવશે નહીં તે બાબત નક્કી દેખાઇ રહી છે. કોહલીની કેપ્ટનશિપને લઇને પણ સમીક્ષા કરવામાં આવી શકે છે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer