શ્રીલંકામાં છઠ્ઠી એશિયન માસ્ટર્સ એથ્લેટિક્સમાં ભુજની ખેલાડી ઝળકી

શ્રીલંકામાં છઠ્ઠી એશિયન માસ્ટર્સ  એથ્લેટિક્સમાં ભુજની ખેલાડી ઝળકી
ભુજ, તા. 15 : શ્રીલંકા ખાતે રમાઇ રહેલી 6ઠ્ઠી એશિયન માસ્ટર્સ એથ્લેટિક્સમાં ભુજની ખેલાડી નિર્મળા મહેશ્વરીને ગોળા અને બરછી ફેંકમાં બે રજત ચંદ્રક મળ્યા છે. તાજેતરમાં મલેશિયા ખાતે તેણે ચંદ્રકો મેળવ્યા હતા. નિર્મળાએ નાનપણથી રમતગમતમાં પ્રાવિણ્ય હાંસલ કર્યું છે અને શહેર, તાલુકા, રાજ્ય, યુનિવર્સિટી અને રાષ્ટ્રીય કક્ષાએ આ અને અન્ય રમતોમાં સુવર્ણ સહિતના 100થી વધુ ચંદ્રકો મેળવ્યા છે. કચ્છમાં નાની વયે જૂડોનો પાયો નાખનાર અને રાષ્ટ્રીય કક્ષાની સ્કૂલ ગેમ્સમાં ભાગ લેનાર પ્રથમ વિદ્યાર્થિની હતી અને તે હાલમાં માન્ય જૂડો કોચ તેમજ કચ્છ જૂડો એસોસિયેશનની પ્રમુખ છે. નિર્મળા પત્રકાર છે. તેણે ઝી તારા અને દૂરદર્શનમાં કામ કર્યું છે અને તેણી પત્રકારત્વ, લો અને સ્પોર્ટસમાં અનુસ્નાતક છે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer