રતનાલમાં જીપીએસ ડિવાઈસ અને ટેગવાળું સુરખાબ કચકડે મઢાયું

રતનાલમાં જીપીએસ ડિવાઈસ અને ટેગવાળું સુરખાબ કચકડે મઢાયું
ભુજ, તા. 15: ટેકનોલોજી એટલી આગળ વધી ગઈ છે કે પક્ષીઓના સ્થળાંતર અને રહેણીકરણી વગેરે જાણવા માટે પક્ષીની પીઠ પર એક ડિવાઈસ બાંધવામાં આવે છે, જે જીપીએસથી જોડાયેલું હોય છે, જેના કારણે તેની પળેપળની માહિતીનો સંપૂર્ણ ડેટા જાણી શકાય છે. જયસુખ પારેખ `સુમન'ને રતનાલમાં પક્ષી ફોટોગ્રાફી દરમ્યાન મોટું સુરખાબ ગ્રેટર ફ્લેમિંગો જોવા મળ્યું. તેના પર લાગેલા ટેગ (લેબલ) પરથી તપાસ કરતાં જાણવા મળ્યું કે તે ટેગ અને જીપીએસ ડિવાઈસ વાઈલ્ડ લાઈફ ઈન્સ્ટિટયૂટ ઓફ ઈન્ડિયા દહેરાદૂનના સાયન્ટીસ્ટ દ્વારા કચ્છમાં જ લગાવાયું છે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer