કચ્છમાં શિક્ષણ અને આરોગ્ય ક્ષેત્રે સેવા આપવા શિવસેના કાયમ તત્પર રહેશે

કચ્છમાં શિક્ષણ અને આરોગ્ય ક્ષેત્રે સેવા  આપવા શિવસેના કાયમ તત્પર રહેશે
ગાંધીધામ, તા. 15 : શૈક્ષણિક અને આરોગ્ય સેવા અર્થે શિવસેના હરહંમેશ તૈયાર રહેશે તેવું અંજારમાં કચ્છ જિલ્લા શિવસેના અને અંજાર તાલુકા અને શહેર શિવસેના દ્વારા આયોજિત નિ:શુલ્ક શૈક્ષણિક કિટ વિતરણ કાર્યક્રમમાં અગ્રણીઓએ જણાવ્યું હતું. કાર્યક્રમમાં શિવસેનાના રાજ્ય સંકલન સમિતિના સભ્ય જિમ્મીભાઈ અડવાણી, જિલ્લા પ્રમુખ માધુભા સોઢા, જિલ્લા ઉપપ્રમુખ ઈશ્વરભાઈ ભાનુશાળી, શિવજીભાઈ સોરઠિયા, શહેર પ્રમુખ ધવલભાઈ ભટ્ટ સહિતનાના હસ્તે જરૂરતમંદ વિદ્યાર્થીઓને નોટબુટ તથા દફતર અપાયા હતા. શિવસેના દ્વારા છેલ્લા 15 વર્ષથી જરૂરતમંદ વિદ્યાર્થીઓને નોટબુક અપાય છે તેમજ જરૂરતમંદ વિદ્યાર્થીઓની શૈક્ષણિક ફી પણ ભરી આપવામાં આવે છે. આ વેળાએ શિક્ષણ અને આરોગ્ય જેવા પાયાના મુદ્દે ઉપયોગી બનવા મદ્દે અગ્રણીઓએ શિવસૈનિકોને અપીલ કરી હતી. આ કાર્યક્રમમાં જિલ્લાભરના હોદ્દેદારો હાજર રહ્યા હતા. કાર્યક્રમનું સંચાલન કલ્પેશ જોષી, વિનય ઠક્કર, નરવીર સિંહ રાણાએ કર્યું હતું. આયોજનમાં શિવસેના સભ્યોએ સહકાર આપ્યો હતો.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer