આદિપુરની શાળામાં તબીબ બનવા ધ્યાનમાં રાખવાની વિગતો સમજાવાઈ

આદિપુરની શાળામાં તબીબ બનવા  ધ્યાનમાં  રાખવાની  વિગતો સમજાવાઈ
ગાંધીધામ, તા. 15 : જોડિયા શહેર આદિપુરની સેન્ટ ઝેવિયર્સ દ્વારા ડોકટર્સ ડે દિન નિમિત્તે સંકુલના જાણીતા તબીબોનું સન્માન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ઉપસ્થિત તબીબોએ વિદ્યાર્થીઓને આરોગ્યલક્ષી માહિતી આપી હતી. ડોકટર્સ ડે નિમિત્તે આયોજિત આ કાર્યક્રમમાં ગાંધીધામ તાલુકા આરોગ્ય અધિકારી ડો. દિનેશ સુતરિયા, ડો. અરુણ ગોર, ડો. ભાવિન પટેલ, ડો. દીપક બાલાની, ડો. વિની બાલાની, ડો. જિતેન્દ્ર ઝાલા, ડો. મનીષા ચડોતરા સહિતનાનું શાળાના ફાધર જોબી પેન્ડનાથ, સિસ્ટર જેસ્મીએ ટ્રોફી આપી સન્માન કયુઁ હતું. આ કાર્યક્રમમાં ઉપસ્થિતોએ તબીબ બનવા માટે ધ્યાનમાં રાખવાના મુદ્દા, કેટલા સમય વાંચવુ, દાંતની કાળજી તેમજ મલેરિયા, ડેન્ગ્યુનો રોગચાળો અટકાવવા માટે તકેદારીના પગલા અંગે વિગતો અપાઈ હતી. પ્રશ્નોતરી વિભાગમાં પણ વિદ્યાર્થીઓને મૂંઝવતા પ્રશ્નોના સંતોષકારક જવાબો અપાયા હતા.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer