ભુજમાં બોગસ બિલિંગ મુદ્દે તેલના જથ્થાબંધ વેપારી જી.એસ.ટી. ટીમની ઝપટે ?
ભુજ, તા. 15 : અહીંની જૂની ભીડ બજારમાં ખાદ્યતેલની જથ્થાબંધ વેપારી પેઢી ઉપર આજ સવારથી જી.એસ.ટી.ની તપાસની ચર્ચા બજારમાં રહી હતી. ખાદ્યતેલની વેપારી પેઢી ઉપર આજ સવારથી જી.એસ.ટી.ની તપાસ મોડી સાંજ સુધી ચાલુ રહી છે. સંભવ છે કે બોગસ બિલિંગના મામલે આ તપાસ થઇ રહી છે. જો કે સત્તાવાર કોઇ વિગતો જાહેર કરાઇ નથી. આ તપાસનાં પગલે આજુબાજુના વેપારીઓમાં તરહ-તરહની ચર્ચા થઇ રહી હતી, પણ નક્કર કારણ મળતું ન હતું. તપાસ ટીમ સંભવત: રાજકોટ અથવા અમદાવાદથી આવી ચડી હોવાનું વેપારી સૂત્રોમાંથી જાણવા મળ્યું હતું.