ભુજની ભોજક શેરીમાં રહેણાક વિસ્તારમાંથી કોમર્શિયલ દુકાનો કાયમી ધોરણે દૂર કરવા માંગ
ભુજ, તા. 15 : ભોજક શેરીની અંદર રહેણાકના વિસ્તારમાં આવેલી કોમર્શિયલ દુકાનોને કાયમી ધોરણે દૂર કરવા અનેકવાર રજૂઆત કરવા છતાં કોઇ કાર્યવાહી ન કરાતાં રોષની લાગણી ફેલાઇ હતી. વાણિયાવાડ નાકે આવેલી ભોજક શેરીની અંદરના રહેણાકના વિસ્તારમાં આવેલી કોમર્શિયલ દુકાનો દૂર કરવા માટે છેલ્લા 10 વર્ષથી કલેકટર, ભાડા કચેરી ખાતે તમામ રહેવાસીઓ દ્વારા આધાર પુરાવાઓ, ફોટાઓ સહિત અનેક રજૂઆતો કરવા છતાં બિનઅધિકૃત બાંધકામ દૂર કરાતા નથી. સંકલન સમિતિની બેઠકમા પણ મુદ્દો ઉપસ્થિત થયો હતો અને કલેકટરે તાત્કાલિક કાયદેસરની કાર્યવાહી માટે ભાડાને જણાવ્યું હતું, તેમ છતાં કોઇ કાર્યવાહી થઇ નથી. હાલમાં મંજૂરી વગરના બાંધકામો તોડવાની કાર્યવાહી ચાલુ છે ત્યારે ઉપરોક્ત બાંધકામ પણ તોડાય તેવી માંગ કે.વી. ભાવસાર દ્વારા કરાઇ હતી.