જી.કે.માં દિવ્યાંગતાની ટકાવારી નિર્ધારિત કરવા આયોજિત કેમ્પમાં 35 દિવ્યાંગ જોડાયા

જી.કે.માં દિવ્યાંગતાની ટકાવારી નિર્ધારિત કરવા   આયોજિત કેમ્પમાં 35 દિવ્યાંગ જોડાયા
ભુજ તા. 13 : જી.કે. જનરલ હોસ્પિટલમાં દિવ્યાંગોની દિવ્યાંગતા સંદર્ભે ટકાવારી નિર્ધારિત કરવા આયોજિત કેમ્પમાં 35 દિવ્યાંગોએ ભાગ લીધો હતો અને તેમની દિવ્યાંગતાની ટકાવારીનું પ્રમાણ નક્કી કરી કચ્છના મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી (સી.ડી.એમ.ઓ.)ને પ્રમાણપત્ર માટે ભલામણ કરવામાં આવી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, દિવ્યાંગોના આવા કેમ્પમાં આંખ, કાન, નાક અને ગળા તેમજ હાડકાંના સર્જન દિવ્યાંગતાની ટકાવારીનું પ્રમાણ નક્કી કરી મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીને સંબંધિત ડો. પોતાની સહીથી મોકલી આપે છે અને ડોકટરે નક્કી કરેલી ટકાવારીના આધારે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી દિવ્યાંગોને પ્રમાણપત્ર આપે છે. અદાણી સંચાલિત જી.કે. જનરલ હોસ્પિટલના સહયોગથી જિલ્લામાં ગયા વર્ષે અને ચાલુ વર્ષના જૂન સુધીમાં દિવ્યાંગતાની ટકાવારી નક્કી કરવા કુલ 35 કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું અને જેમાં અંદાજે 1100 જેટલા દિવ્યાંગો સામેલ થયા હતા અને તેમને ટકાવારી પ્રમાણે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી દ્વારા પ્રમાણપત્ર આપવામાં આવ્યું હતું. અત્રે હોસ્પિટલમાં 12મીએ યોજાયેલા દિવ્યાંગોના કેમ્પમાં ઈ.એન.ટી. સર્જન અને એડિશનલ મેડિકલ સુપરિ. ડો. નરેન્દ્ર હીરાણી તેમજ ડો. રશ્મિ સોરઠિયા, આંખના સર્જન ડો. ફહીમ મન્સૂરી અને હાડકાંના રોગના સર્જન ડો. ઉમંગ સંઘવી અને ડો. કેલ્વીન સુરેજાએ ટકાવારી નક્કી કરી હતી.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer