ખેડોઇના 6.11 લાખના દારૂ પ્રકરણે જામીન ફગાવાયા

ગાંધીધામ, તા. 15 : અંજાર તાલુકાના ખેડોઇ ગામની સીમમાંથી ઝડપાયેલા રૂા. 6,11,800ના શરાબ પ્રકરણમાં ત્રણ શખ્સોના જામીન અંજારની કોર્ટે ફગાવી દીધા હતા. ખેડોઇથી કુંભારિયા જવાના માર્ગે આવેલી એક વાડીમાં સ્થાનિક ગુનાશોધક શાખાએ છાપો મારી રૂા. 6,11,800નો શરાબનો જથ્થો પકડી પાડયો હતો. આ દરોડા દરમ્યાન કેસરનગર આદિપુરના કાના લખુ ગુજરિયા (આહીર), મોટી ચીરઇના રામદેવસિંહ કરણુભા જાડેજા અને હરીશચંદ્રસિંહ બહાદુરસિંહ જાડેજા નામના શખ્સોની ધરપકડ કરવામાં આવી હતી. આ કાર્યવાહી દરમ્યાન ખેડોઇનો મયૂરસિંહ જેઠુભા જાડેજા પોલીસના હાથમાં આવ્યો ન હતો. આ પ્રકરણમાં પકડાયેલા ત્રણ તહોમતદારોએ અંજારની નીચેની કોર્ટમાં જામીન અરજી કરતાં તે નકારી દેવામાં આવી હતી. તેવામાં આ શખ્સોએ 9મા અધિક સેશન્સ જજની કોર્ટમાં નિયમિત જામીન મેળવવા અરજી કરી હતી. ન્યાયાધીશ એચ. એચ. કનારાએ લેખિત, મૌખિક રજૂઆતો સાંભળ્યા બાદ આ ત્રણેય શખ્સોની જામીન અરજી ફગાવી દઇ નામંજૂર કરી હતી. આ કેસમાં સરકાર તરફે સરકારી વકીલ એ. પી. પંડયા હાજર રહ્યા હતા.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer