ગાંધીધામમાં થયેલી 3.30 લાખની તાંબા ચોરીમાં પાંચ ઇસમ ઝડપાયા

ગાંધીધામમાં થયેલી 3.30 લાખની તાંબા ચોરીમાં પાંચ ઇસમ ઝડપાયા
ગાંધીધામ, તા. 10 : શહેરના જી.આઇ.ડી.સી. વિસ્તારમાં આવેલા ભંગારના વાડામાંથી થયેલી રૂા. 3,30,400ના તાંબાચોરી પ્રકરણમાં પોલીસે પાંચ ઇસમોની ધરપકડ કરી હતી. શહેરના જી.આઇ.ડી.સી.માં પ્લોટ?નંબર 125માં આવેલા ગજાનંદ મેટલ નામના ભંગારના વાડામાં ચોરીનો બનાવ બન્યો હતો. આ વાડાના ગોદામમાંથી રૂા. 3,30,400નો 700 કિલો તાંબાનો જથ્થો તસ્કરો લઇ ગયા હતા. દરમ્યાન, પોલીસે તપાસ હાથ ધરી પોતાનાં સૂત્રોને કામે લગાવ્યા હતા. તેવામાં પોલીસને મળેલી પૂર્વ બાતમીના આધારે જુસબ હુસેન લાડક (રહે.વીરા), અકરમ ઇસ્માઇલ ચાવડા (રહે. કિડાણા), ઉમર કાસમ ચાવડા (રહે. કિડાણા), જુસબ હુસેન બુચડ (રહે. તુણા), કાસમ ઇસ્માઇલ ચાવડા (રહે. કિડાણા) નામના ઇસમોને પકડી લેવામાં આવ્યા હતા. આ ઇસમો પાસેથી ચોરીમાં ગયેલા 700 કિલો તાંબાના વાયર કિંમત?રૂા. 3,30,400 જપ્ત કરવામાં આવ્યા હતા તેમજ ચોરીના બનાવમાં ઉપયોગમાં લેવાયેલી કાળા રંગની સ્વિફ્ટ કાર નંબર જી.જે. 12 વી.એફ. 8198 પણ હસ્તગત કરવામાં આવી હતી. આ ઇસમો પૈકી અમુક ઇસમો મગફળીની ચોરીમાં પણ પકડાયા હોવાનું પોલીસે જણાવ્યું હતું. અટક કરાયેલા આ ઇસમોને કોર્ટમાં રજૂ કરાશે તેવું પોલીસે ઉમેર્યું હતું. 

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer