કચ્છના બે બાઈકર દુનિયાની સૌથી ઊંચી સડકે પહોંચ્યા

કચ્છના બે બાઈકર દુનિયાની સૌથી ઊંચી સડકે પહોંચ્યા
ગાંધીધામ, તા. 9 : અહીંથી બાઈક પર નીકળેલા બે યુવાનોએ દુનિયાની સૌથી ઊંચી સડક અને રણમેદાન સર કરવાની સિદ્ધિ મેળવી હતી. દીનદયાલ પોર્ટ ટ્રસ્ટના બે કર્મચારીઓના પુત્ર દુલાર રમેશભાઈ ડાંગેરા (કેમિકલ ઈજનેર) અને મૃગેશ દશરથભાઈ ઠાકોર (એકાઉન્ટન્ટ) 9મી જૂન ગાંધીધામથી બજાજ એવેન્જર બાઈકથી નીકળીને રાજસ્થાન, હરિયાણા, પંજાબ અને જમ્મુ કાશ્મીર થઈને લદ્દાખ પહોંચ્યા હતા. તેમણે ખારડુંગલા પાસે જે દુનિયાનો સૌથી ઊંચો મોટરેબલ (ઊંચાઈ 17,982 ફૂટ) પાસ છે, જ્યાં કોઈ ભારતીય સેના સિવાય કોઈ વસતી નથી. કારણ કે ઓક્સિજનનું પ્રમાણ ઘટી જતાં શ્વાસ લેવામાં તકલીફ પડે છે. ત્યાંથી આગળ નુબ્રા વેલી અને સ્વાત વેલી અને દુનિયાનું સૌથી ઊંચું યુદ્ધમેદાન સિયાચીન બોર્ડર અને પેન્ગકોંગ લેક ગયા હતા. તેમની સાથે રાજકોટના બે યુવાનો પણ જોડાયા હતા. 

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer