બ્રાહ્મણો દ્વારા સંસ્કૃત અને સંસ્કૃતિનું જતન

બ્રાહ્મણો દ્વારા સંસ્કૃત અને સંસ્કૃતિનું જતન
સુખપર, (તા.ભુજ), તા. 10 : અહીંની સ્વામિનારાયણ સંસ્કૃત પાઠશાળામાં સરસ્વતી સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. વિદ્યાલયના સંચાલક શાત્રી સ્વામી હરિવલ્લભદાસજી તથા અક્ષરમુકતદાસજી તથા ભુજ સ્વામિનારાયણ મંદિરથી કૃષ્ણસ્વરૂપદાસજી, નારાણદાસજી તથા બ્રહ્મસ્વરૂપદાસજી સ્વામી તથા સંસ્થા પ્રમુખ શિવજીભાઇ પાધરા, મંત્રી જેન્તીભાઇ રાબડિયા, ઉપપ્રમુખ ભીખાભાઇ શિયાણી, ખજાનચી કાનજીભાઇ મેપાણી, કાનજીભાઇ વેકરિયા, જનકભાઇ ભટ્ટ, પ્રેમજીભાઇ વાગજીયાણી વગેરે ટ્રસ્ટીઓએ દીપ પ્રાગટય કરી કાર્યક્રમનો પ્રારંભ કરાવ્યો ત્યારે પાઠશાળાના ઋષિકુમારોએ ઘનપાઠ દ્વારા મંત્રગાન કર્યું હતું પાઠશાળાના પ્રધાનાચાર્ય દુર્ગેશભાઇએ પ્રાસંગિક ઉદ્બોધનમાં વિદ્યાર્થીઓની પ્રગતિ, પાઠશાળાનું પરિણામ અને પરિણામનો અહેવાલ રજુ કર્યો હતો. તેમણે કહ્યું કે બ્રાહ્મણો સમાજનું મૂળ છે. બ્રાહ્મણો જ્ઞાનનું આદાન કરનાર છે. બ્રાહ્મણો દ્વારા જ સંસ્કૃત અને સંસ્કૃતિનું જતન થયું છે એટલે આપણી પૂર્ણ જવાબદારી છે. અને ધો.9થી 12ના પ્રથમ, દ્વિતીય, તૃતીય આવનારને અભિનંદન આપ્યા અને સરકાર દ્વારા પાઠશાળાના 12 વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ મળેલી તેનો અહેવાલ આપ્યો હતો. સંતો અને ટ્રસ્ટીઓ દ્વારા ધો.9 અને 11મા પ્રથમ ત્રણ છાત્રોને ઇનામ વિતરણ કરવામાં આવ્યું હતું. ધો.10માં પ્રથમ હેમાંગ જોષી, દ્વિતીય જાની દીપ, તૃતીય તિલક પ્રીત, અને ધો.12માં પ્રથમ ભવ્ય જોષી, દ્વિતીય દીક્ષિત ઉપાધ્યાય, તૃતીય આપ્ટે હર્ષને  પણ નવાજવામાં આવ્યા ત્યારબાદ પાઠશાળાના ઋષિકુમાર વિકાસ જોષીએ પુરાણ પર સંસ્કૃતમાં અને હર્ષિલ પંડયાએ સ્વામી વિવેકાનંદ પર પ્રવચન રજૂ કર્યું હતું.  સંસ્થાના ટ્રસ્ટી દિનેશભાઇ ગોરે કહ્યું કે ધર્મ અને સંસ્કૃતિની રક્ષા માટે અને આપણા ધર્મના અને સંસ્કૃતિના તહેવારો ઉજવાય તે જરૂરી છે. ભુજ મંદિરથી આવેલા કૃષ્ણસ્વરૂપ-દાસજીએ પાઠશાળામાંથી તૈયાર થયેલા વિદ્યાર્થીઓ દ્વારા કથા વકતવ્ય યોજાય તેવું સૂચન અને ટોપટેનમાં રહેવાની સલાહ ફેશન મોબાઇલથી દૂર રહેવું અને દાતાઓ માટે પ્રાર્થના કરવા અનુરોધ કર્યો હતો. સ્વામિનારાયણ વિદ્યાલયના સંચાલક સ્વામી હરિવલ્લભદાસજીએ જણાવ્યું કે વિનયથી વિદ્યા પ્રાપ્ત થાય. શિક્ષાપત્રીનું વાંચન દરરોજ કરવું જોઇએ.  ફિલ્ટર પ્લાન્ટના દાતાનું સન્માન કરવામાં આવ્યું હતું. પ્રાંગણમાં વૃક્ષારોપણ કરાયું હતું. કાર્યક્રમમાં સભ્યો જાદુભાઇ ધનાણી, નારાણભાઇ વેકરિયા, કરશનભાઇ હાલાઇ તથા શિક્ષકોએ સહયોગ આપ્યો હતો. 

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer