ભુજ-સુધરાઈ દ્વારા ભીડ-કોડકી રોડ નજીક અંધારાં ઉલેચાયાં

ભુજ-સુધરાઈ દ્વારા ભીડ-કોડકી રોડ નજીક અંધારાં ઉલેચાયાં
ભુજ, તા. 10 : નગરપાલિકા દ્વારા રોડલાઈટ સુવિધાનું વિસ્તરણ કરાયા બાદ તેનું લોકાર્પણ કરાયું હતું. ભુજ નગરપાલિકાની રોડલાઈટ શાખા દ્વારા કોડકી રોડ વિસ્તારના બી.એસ.એફ. કેમ્પના મુખ્ય ગેટ પાસેથી સેવન સ્કાય હોટલ ચાર રસ્તા સુધી 13 પોલના માધ્યમે 26 એલ.ઈ.ડી.  લાઈટો તેમજ વોર્ડ નં. 2 અને 3ની વચ્ચે ભીડ નાકા બહાર ડાંડીવાળા હનુમાન મંદિર પાસેથી દાઉદી વ્હોરાના હજીરા સુધી ડિવાઈડર પર 11 પોલના માધ્યમે 22 એલ.ઈ.ડી. લાઈટો લગાડાઈ હતી. રોડલાઈટ શાખાના ચેરમેન મહિદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ એન્જિનીયર અને બ્રાન્ચ હેડ શિવમભાઈ દ્વારા આ કામગીરી પાર પડાઈ હતી. આ લાઈટો લાગી જતાં સુધરાઈ પ્રમુખ લતાબેન સોલંકીના હસ્તે લોકાર્પણ કરાયું હતું. ઉ.પ્ર. ડો. રામ ગઢવી, કારોબારી ચેરમેન ભરત રાણા, મુખ્ય અધિકારી નીતિન બોડાત, મહિદીપસિંહ જાડેજા, શહેર ભાજપ મંત્રી અને વોર્ડ નં. 2ના નગરસેવક કાસમ કુંભાર (ધાલાભાઈ), જયંત ઠક્કર, ભાજપ મહિલા મોરચાના સભ્યો, વિપક્ષી નેતા રાજેન્દ્રસિંહ જાડેજા, નગરસેવક ફકીરમામદ કુંભાર, નરેન્દ્ર ભીલ, આઈસુબેન સમા, રાણબાઈ મહેશ્વરી, મહેન્દ્ર બાવાજી, મુસ્તાક હિંગોરજા, સલાટ જ્ઞાતિ પ્રમુખ મુકેશ સલાટ તેમજ રહેવાસીઓ ઉપસ્થિત રહ્યા હતા. 

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer