ઘર-ઘર દીપક શિષ્યવૃત્તિના રજિસ્ટ્રેશન માટે કચ્છનાં ગામોમાં ડ્રોપ બોક્સ મુકાયાં

ઘર-ઘર દીપક શિષ્યવૃત્તિના રજિસ્ટ્રેશન માટે કચ્છનાં ગામોમાં ડ્રોપ બોક્સ મુકાયાં
ભુજ, તા. 10 : કચ્છમાં ત્રીશિક્ષણને પ્રોત્સાહન મળી રહે તેવા ઉદ્દેશથી 25 શિષ્યવૃત્તિથી ઘર-ઘર દીપકની શિષ્યવૃત્તિની દીપક ટી પ્રા. લિ. દ્વારા શરૂ થયેલી આ પહેલ પાંચમા વર્ષે 151 જેટલી નોંધપાત્ર સંખ્યા સુધી પહોંચી છે. ટેકનોલોજીનો યુગ હોવાથી આ શિષ્યવૃત્તિનાં રજિસ્ટ્રેશન માટે વોટ્સએપ, ફેસબુક તથા ટેક્સ્ટ મેસેજ જેવા માધ્યમો ખુલ્લા રાખ્યા છે. ઉપરાંત અભ્યાસ કરતી દીકરી પોતાનું રજિસ્ટ્રેશન પોતે જ કરાવવા ઇચ્છતી હોય તો તે માટે કચ્છના વિવિધ વિસ્તારમાં ડ્રોપ બોક્સ પણ ઉપલબ્ધ કરાયાં છે, જેમાં તે પોતે નામ, ધોરણ અને સંપર્ક નંબરની ચિઠ્ઠી મૂકી શકે અને નામ રજિસ્ટર કરાવી શકે છે. સૌ પ્રથમ ગત વર્ષે આ પહેલના પ્રચાર-પ્રસાર સહયોગી અને સાથે રહેતું કચ્છનું પોતીકું દૈનિક કચ્છમિત્ર પણ ગુજરાતી ભાષાને પ્રાધાન્ય આપવાના ઇરાદા સાથે ગત વર્ષે જે 10 વિદ્યાર્થીઓ (છોકરાઓ)ને કે જેમણે ગત પરિણામમાં ગુજરાતી ભાષામાં 75 કરતાં વધુ ગુણાંક મેળવ્યા છે તેઓને અઢી હજારની સ્કોલરશિપ અપાઇ હતી, જે આ વર્ષે પણ અવિરત રાખવામાં આવશે એવું કચ્છમિત્રના તંત્રી દીપકભાઇ માંકડે જણાવ્યું હતું. આ ઉપરાંત જ્યોતિબેન અમૃતલાલ મહેતા ટ્રસ્ટના  નીતાબેન કમલનયન મહેતા, ખાવડા મેસુક ઘરના રાજુભાઇ દાવડા તથા સંઘવી ગ્રુપ ઓફ ઇન્ડસ્ટ્રીઝના કમલેશભાઇ સંઘવી પણ અભ્યાસ કરતી દીકરીઓને પ્રોત્સાહન આપવા આ પહેલમાં જોડાયા છે. દીપક ચાની ટીમ પણ કચ્છના વિવિધ વિસ્તારોમાં શૈક્ષણિક સંસ્થાનો તથા લોકો સુધી પહોંચી આ શિષ્યવૃત્તિમાં જોડાવવા માટે મદદરૂપ બની રહી છે. આ શિષ્યવૃત્તિમાં જોડાવવા તથા કચ્છના જે વિસ્તારમાં દીપક ચાની ટીમ ના પહોંચી શકી હોય તે વિસ્તારના શિક્ષણવિદ્ તથા આગેવાનોને આ સંબંધની કોઇપણ માહિતી જોઇતી હોય તો મો. 99099 66244 નંબર પર સંપર્ક કરી શકશે. આ શિષ્યવૃત્તિના રજિસ્ટ્રેશન માટે કચ્છના વિવિધ ગામોમાં ડ્રોપ બોક્સ મૂકવામાં આવ્યાં છે જેમાં ભવાની ટ્રેડર્સ (નેત્રા), અનિલ પ્રો. સ્ટોર (પદ્ધર),?મિથુન ટ્રેડર્સ (દયાપર), પ્રગતિ સ્ટોર (વર્માનગર), રામદેવ સ્ટોર (નલિયા), આશાપુરા એજન્સી (વાયોર), ઇશ્વરલાલ ચમનલાલ (માનકૂવા), મારાજ સ્ટોર (સુખપર), સંજય બાબુલાલ ગાંધી (મિરજાપર), માણેક ટ્રેડર્સ (માધાપર), કાજલ પ્રો. સ્ટોર (માધાપર), આશિષ પ્રો. સ્ટોર (દુધઇ), આર. એમ. જાડેજા (ભચાઉ), માણેક મોલ (અંજાર), દર્શન સ્ટોર (વિથોણ), જીલાની પ્રો. (ગઢશીશા), હિરેન દયારામ (લોડાઇ), કામધેનુ ગ્રાહક ભંડાર (કોઠારા), શિવશક્તિ પ્રો. (સૂરજપર) અને વિમલ સ્ટોર (નિરોણા)નો સમાવેશ થાય છે. 

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer