કચ્છી ભાષાના પ્રસાર માટે `કચ્છી ભાષા ભવન'' જરૂરી

કચ્છી ભાષાના પ્રસાર માટે `કચ્છી ભાષા ભવન'' જરૂરી
ભુજ, તા. 10 : કચ્છી સાહિત્ય મંડળ દ્વારા આષાઢી બીજ કચ્છી નવું વર્ષ ઓફ્રેડ હાઇસ્કૂલના સભાખંડમાં ઊજવવામાં આવ્યું, જેમાં વર્ષ 2018-19ના યોજાયેલા માતા મોંઘીબાઇ વેલજી ગોરીની સ્મૃતિમાં કચ્છી કવિતા-વાર્તાના સ્પર્ધકોને ઇનામો આપવામાં આવ્યા તેમજ `વાણીજી વરત' ભાગ-2નું વિમોચન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં મંચસ્થ કિશોરદાસજી સાહેબ (કબીર આશ્રમ-ભુજ), અધ્યક્ષસ્થાને ડો. કાન્તિભાઇ ગોર `કારણ' (પ્રથમ કુલપતિ-કચ્છ યુનિવર્સિટી), અતિથિવિશેષ ડો. બી. એન. પ્રજાપતિ (જિલ્લા શિક્ષણાધિકારી-ભુજ), ભૂપેન્દ્રસિંહ એમ. વાઘેલા (આચાર્ય, ઓફ્રેડ હાઇસ્કૂલ-ભુજ), શંકરભાઇ સચદે (જાણીતા એડવોકેટ) અને જોરાવરસિંહ રાઠોડ કવિ `ચાંદ' (જાણીતા ઉદ્યોગપતિ), જયંતી જોશી `શબાબ' (પૂર્વ ડાયરેક્ટર, આકાશવાણી) અને લાલજી મેવાડા `સ્વપ્ન' (સ્થાપક-સંયોજક, કચ્છી સાહિત્ય મંડળ), નગર અધ્યક્ષા લતાબેન સોલંકી, વી.આર.ટી.આઇ.ના શિક્ષણ પ્રકલ્પના કો-ઓર્ડિનેટર ગોરધનભાઇ `કવિ' અને ડાયેટના સંજય ઠાકર રહ્યા હતા. કિશોરદાસજી મહારાજે આશીર્વાદ સાથે શુભેચ્છા આપી કચ્છી ભાષા સાહિત્ય માટે થતા આવા કાર્ય માટે દાતાને બિરદાવ્યા હતા. લાલજી મેવાડાએ `વાણીજી વરત-2' વિશે માહિતી આપી હતી. કચ્છી સાહિત્ય અકાદમી દ્વારા વર્ષ 2017માં પ્રકાશિત પુસ્તકોને મળેલા પુરસ્કાર બદલ અને મંડળના સંનિષ્ઠ કાર્યકર એવા ગૌતમભાઇ જોશીને `કચ્છ શક્તિ એવોર્ડ' મળ્યા બદલ  શુભેચ્છા પાઠવી હતી. જયંતી જોશી `શબાબે' પુસ્તક પરિચય આપ્યો હતો. જાણીતા એડવોકેટ શંકરભાઇ સચદે કચ્છીભાષાના પ્રસાર-પ્રચાર માટે `કચ્છી ભાષા ભવન' હોવું જોઇએ તેમ ઉમેર્યું હતું. મંડળને રૂા. પાંચ હજાર એકસો શંકરભાઇ સચદે તરફથી તેમજ નેણશી મીઠિયા, નંદુ જોશી અને સાહિત્ય સરગમ (ગાંધીધામ) તરફથી રોકડ રકમનું દાન અપાયું જે મંડળના સંયોજક-સ્થાપક લાલજી મેવાડાએ સ્વીકારી હતી. નારાયણ જોષી `કારાયલ'એ આ કાર્યને કચ્છી ભાષાના પ્રચાર-પ્રસારનું એક અંગ ગણાવ્યું હતું આ સ્પર્ધામાં નિર્ણાયક ડો. કાન્તિભાઇ ગોર અને જયંતી જોશી `શબાબ'ને જોરાવરસિંહ રાઠોડના હસ્તે મોમેન્ટો આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. સમગ્ર કાર્યક્રમનું સંચાલન કૃષ્ણકાન્ત ભાટિયા `કાન્ત' અને કૃપાબેન નાકરે કર્યું હતું. આભારવિધિ યાજ્ઞવલ્ક્ય જોશી `િદ્વજ'એ કરી હતી. 
    આ છે કવિતા-વાર્તા સ્પર્ધાના વિજેતાઓ  માતા મોંઘીબાઇ વેલજી ગોરીની પુણ્ય સ્મૃતિમાં યોજાયેલી કવિતા-વાર્તા સ્પર્ધાના વિજેતાઓ કવિતા વિભાગમાં પ્રથમ ઇનામ કૃતિ જયંતી જોશી `જખ્મી'ની `ચીચોડો', બીજા ક્રમે આનંદ મહેતાની કૃતિ `નજરું મિલાઇયું' (ગીત), ત્રીજા ક્રમે ચાંદની સોમનાથ નાથબાવા `ચાંદ'ની `અધા' તેમજ આશ્વાસન ઇનામી કૃતિઓમાં ઇબ્રાહીમ લુહાર `ગુલશન' `નોટબંધી', જયેશ ભાનુશાલી `જયુ'ની `વાડૂં', જિગર ફરાદીવાલાની ગઝલ `િવઞાતો', નંદુ જોશીની `આંલાય', મૂરજી ચાવડા `પ્રેમ'ની `િવચારી', શબનમ ખોજાની ગઝલ `કુછાંતો', હિરેન ગઢવીની ગઝલ `ડીયેંતા' તેમજ વાર્તા વિભાગમાં પ્રથમ હરેશ દરજી `કસબી', `ચૂઆક', બીજા ક્રમે કલાધર મુતવાની કૃતિ `ધીરું ઉથીયારે જેડી ખુશી', ત્રીજા ક્રમે સી. ડી. કરમસિયાણીની `ડાડાજે અઙણ આમું'. આશ્વાસન કૃતિઓમાં પ્રભુલાલ ટાટારિયા `ધુફારી'ની `સરવણ કાવડિયો', ડો. રમેશ ભટ્ટ `રશ્મિ'ની `માઇતરસે માઇતર', રાજીવકુમાર આર. ત્રિપાઠીની `ભાઇબંધ', રામજી જોશી `રામ'ની `દોસ્તારજી ધાસ્તાન', શિવજી મોઢની `ડુકાર',  સરોજચંદ્ર ગોર `સરોજ'ની `િનશીભ', હસમુખ અબોટી `ચંદન'ની `ચાંચીએંજો કેર' કૃતિ રહી હતી. બંને વિભાગની પ્રથમ, દ્વિતીય અને તૃતીય કૃતિને અનુક્રમે પાંચ હજાર, ત્રણ હજાર અને બે હજાર રૂપિયાના રોકડ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતા. તેમજ બંને વિભાગની દરેક કૃતિને આશ્વાસનરૂપે પાંચસો-પાંચસો રૂપિયાનો પુરસ્કાર આપવામાં આવ્યો હતો. 

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer