ભુજમાં ધમધમતા વિસ્તારમાં ઝૂલતો વીજળીનો થાંભલો બની શકે છે જોખમી

ભુજમાં ધમધમતા વિસ્તારમાં ઝૂલતો વીજળીનો થાંભલો બની શકે છે જોખમી
ભુજ, તા. 10 : શહેરમાં વાણિયાવાડ નાકા બહાર ત્રિકોણબાગ નજીકના લોકો અને વાહનોની અવરજવર થકી સતત ધમધમતા વિસ્તારમાં ગમેત્યારે પડી જાય તેવી હાલક-ડોલક અવસ્થામાં ઊભેલા વિજળીના થાંભલા થકી સતત ભય ઝળુંબી રહ્યો છે. સલમાન ચા વાળાની દુકાન પાસે આ થાંભલો મૂળેથી કટાઇને ખવાઇ ગયો છે. જેના કારણે થોડા પવનમાં પણ આ સ્તંભ જોખમી હાલતમાં હાલક-ડોલક થાય છે. દિવસ દરમ્યાન દરરોજ અનેકવાર આવા દૃશ્ય જોવા મળે છે જેના કારણે લોકોને અકસ્માત સર્જાવાનો ભય રહે છે.આ બાબતે તંત્રને જાણ કરવા છતાં હજુ યોગ્ય પગલા લેવામાં ન આવ્યા હોવાની વિસ્તારના વ્યવસાયીઓએ જણાવ્યું હતું. (તસવીર : હર્ષદ ચૌહાણ)  

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer