કેદીઓ માટે ભવિષ્યમાં ઉપયોગી સ્કૂટર રિપેરીંગ તાલીમ વર્ગ શરૂ

કેદીઓ માટે ભવિષ્યમાં ઉપયોગી સ્કૂટર રિપેરીંગ તાલીમ વર્ગ શરૂ
ગાંધીધામ, તા. 10 : તાલુકાના ગળપાદરમાં આવેલી જિલ્લા જેલમાં કેદીઓને ભવિષ્યમાં રોજગારી મળી રહે તે હેતુસર આયોજિત સ્કૂટર રિપેરિંગ તાલીમ વર્ગનો આજથી પ્રારંભ થયો હતો. આ તાલીમના ઉદધાટન પ્રસંગે ગાંધીધામ કાર્ગે મોટરના ચેરમેન  વિમલભાઈ ગુજરાલ, અભિષેકભાઈ, પ્રશિક્ષક સામજીભાઈ ચૌધરી, જેલ સુપ્રિટેન્ડેન્ટ એમ. એન. જાડેજા  વગેરેના હસ્તે દીપપ્રાગટય કરાયું હતું. આ વેળાએ શ્રી ગુજરાલે જણાવ્યું હતું  કે  આ તાલીમમાં ભાગ લેનારને પ્રમાણપત્ર આપવમાં આવશે. વધુમાં તેઓએ  જેલના કેદીઓને નોકરી આપવાની  પણ બાંહેધરી વ્યકત કરી હતી. જેલમાં ચાલતા આ પ્રકારના કાર્યથી સુધારાત્મક અભિગમ આવશે. જેલના બંદીવાનોને સ્વાવલંબી બનાવવાના  હેતુસર આયોજિત  15 દિવસીય આ તાલીમમાં બંદીવાનેને  વાહનોના સમારકામ સંદર્ભે દરરોજ પ્રશિક્ષણ અપાવામાં આવશે તેવી વિગતો અપાઈ હતી. આયોજનમાં સુબેદાર એમ. એમ. ચૌહાણ સહિતનાએ સહકાર આપ્યો હતો. નોંધપાત્ર છે કે સુધારત્મક ગૃહ સોમવારથી શનિવાર સુધી બ્રહમાકુમારીના  સંગીતા દીદી દ્વારા ધાર્મિક પ્રવચન પણ આપવામાં આવે છે. 

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer