ગાંધીધામમાં યોજાયેલી રંગપૂરણી સ્પર્ધામાં 1600 વિદ્યાર્થીઓ જોડાયા

ગાંધીધામમાં યોજાયેલી રંગપૂરણી સ્પર્ધામાં 1600 વિદ્યાર્થીઓ જોડાયા
ગાંધીધામ, તા. 10 : કલા શિક્ષક સંઘ દ્વારા તાજેતરમાં આદિપુરની શાળામાં બાળ ચિત્રકારો અને શિક્ષકોના સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. આ વેળાએ રંગપૂરણી સ્પર્ધા પણ યોજવામાં આવી હતી. આદિપુરની લર્નર્સ એકેડમી ખાતે યોજાયેલી રંગપૂરણી સ્પર્ધામાં જિલ્લાના 1600 જેટલા વિદ્યાર્થીઓએ ઉમળકાભેર ભાગ લીધો હતો. સારો દેખાવ કરનારા વિદ્યાર્થીઓને 48 ચંદ્રકો અને પ્રમાણપત્રો તેમજ 65 જેટલા પ્રોત્સાહક પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમ વેળાએ રાજ્ય કક્ષાએ પુરસ્કાર હાંસલ કરનારા  ઓ.પી. જીન્દાલ વિદ્યા નિકેતન મુંદરાના જીશાન અખ્તર અને એકસલસીયર મોડેલ સ્કૂલ આદિપુરની વિદ્યાર્થિની ગાયત્રી ઝાનું ટ્રોફી, રોકડ પુરસ્કાર  વડે સન્માન કરાયું હતું. જ્યારે જિલ્લા કક્ષાએ વિજેતા થનારા સેવી ઈન્ટરનેશનલ ગાંધીધામ રિશિતા પાલ, માઉન્ટ કાર્મેલ સ્કૂલની પ્રાચી ટાટારિયા, મોડર્ન સ્કૂલ ગાંધીધામની વિદ્યાર્થિની કસક ગુપ્તા અને ડીપીએસની વિદ્યાર્થિની  સાયના બંસલને પણ પુરસ્કાર એનાયત કરાયા હતા. આ સ્પર્ધામાં ભાગ લેનારી શાળાઓના શિક્ષકોને શ્રેષ્ઠ પ્રવૃત્તિ કરાવવા બદલ સન્માનીત કરાયા હતા. જેમાં મુકેશ વારૈયા, રાજુલી અભીની, નીલીમા દરિયાની, પ્રિયંકા વગેરેને સન્માનીત કરાયા હતા. શાળાઓમાં જિલ્લા કક્ષાએ પ્રથમ સ્થાન  મેળવનારી ઓ.પી. જીન્દાલ વિદ્યા નિકેતન શાળાને ટ્રોફી એનાયત કરાઈ હતી. કલા શિક્ષક સંઘના કચ્છના પ્રમુખ બુજ્જી બાબુ  દોગાએ કલા વિશે વિદ્યાર્થીઓને માહિતી આપી હતી. તેમણે વિદ્યાર્થીઓને ટીવી, મોબાઈલના બદલે કલા ક્ષેત્રે ધ્યાન કેન્દ્રિત કરી પોતાની કારકિર્દી ઘડવા અનુરોધ કર્યો હતો, આ વેળાએ એલીમેન્ટરી અને ઈન્ટરમીડિએટ પરીક્ષામાં સારો દેખાવ કરનારા વિદ્યાર્થીઓ હરમિત ભટ્ટ, પ્રાચી ટાટારિયા, અર્શદીપ કોર, હીના રામદાસાની, નીતા પિત્રોડા, પ્રાંજલિ પીપલે, યાશીકા યાદવ, રૂચિતા ટાટારિયા, યાશી ગોયલ, અને કિન્નરી સોનીનું પણ સન્માન કરાયું હતું. કાર્યક્રમમાં કચ્છ મલ્યાલી એસોસીએશનના પ્રમુખ વી.પી.કે ઉન્ની, ભારતીબેન જોશી, હિતેશ રામદાસાની, અનિતા સારંગલા, હેતલ શુકલા નિતેશ ખેસવાની, અન્નપૂર્ણા ગજ્જર વગેરે ઉપસ્થિત રહ્યા હતા. આયોજનમાં મનીષ ગાલા, પ્રિયા દોશી સહયોગી બન્યા હતા. 

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer