ગાંધીધામમાં 100 જરૂરતમંદોને રાશનકિટનું કરાયેલું વિતરણ

ગાંધીધામમાં 100 જરૂરતમંદોને રાશનકિટનું કરાયેલું વિતરણ
ગાંધીધામ, તા. 10 : શહેરના સેન્ટ ઝેર્વિયર્સ કેર એન્ડ સપોર્ટ સેન્ટર દ્વારા દાતાઓના સહકારથી નિરાધાર વૃદ્ધો તથા બાળકો, ગંભીર બીમારીગ્રસ્તો સહિતના જરૂરતમંદોને માટે રાશનકિટ વિતરણ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં 100 લાભાર્થીઓને કિટ  અપર્ણ થઈ હતી.  કાર્યક્રમમાં શ્રી ફાઉન્ડેશનના રાજન મેઘજી ધુવા, અંજલિ રાજન, જાનકી કિશોર ફુફલ, ચાંદની ફુફલ,  કચ્છ  નેટવર્કના હુસૈન પીંજારા વગેરેની ઉપસ્થિતિમાં લાભાર્થીઓને  રાશનકિટ અપાઈ હતી. આ સેવાકીય કાર્યમાં  અજય પરસોત્તમ કોડરાણી (અંજાર) પરિવાર, કિશોર બચુરામ કાપડી (વરિષ્ઠ ઈન્ડસ્ટ્રીઝ લિ.), સ્વ. લીલી ઓલીવેરા પરિવાર (ર્સ્કોપિયો શિપિંગ), નીતિનભાઈ ઠકકર (ગણેશનગર કંટ્રોલવાળા), બી.એમ. વર્મા ચેરિટેબલ ટ્રસ્ટ (કોલકતા), એડવીન એલકસઝેન્ડર (કારગો ટ્રાન્સ. મેરીટાઈમ. પ્રા.લિ)નો સહકાર સાંપડયો હતો. સંસ્થાના ફાધર પૌલ અને ફાધર નૈજૂએ દાતાઓનો આભાર વ્યકત કર્યો હતો.  આયોજનમાં  રાજુભાઈ ચૌહાણ, કવિતા ચારણ, મનીષા, હેમરાજ મહેશ્વરી વગેરેએ સહકાર આપ્યો હતો. 

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer