સેમિમાં ભારતનો ચોથીવાર પરાજય

માન્ચેસ્ટર, તા. 10 : ભારતીય ટીમ વિશ્વ કપની સેમિ ફાઇનલમાં ચોથીવાર પરાજીત થઇ છે. આ પહેલા ટીમ ઇન્ડિયા 1983, 2003 અને 2011ના વિશ્વ કપમાં સેમિમાં જીત મળી હતી. જ્યારે 1987, 1996 , 201પ અને હવે 2019ના વર્લ્ડ કપના સેમિ ફાઇનલમાં હાર સહન કરી છે.  - કિવીઝ બીજીવાર ફાઇનલમાં : ન્યૂઝીલેન્ડની ટીમ રેકોર્ડ આઠમીવાર સેમિફાઇનલમાં પહોંચ્યું હતું અને બીજીવાર જ ફાઇનલમાં પહોંચ્યું છે. ન્યૂઝીલેન્ડ આ પહેલા ગત વિશ્વ કપમાં દ. આફ્રિકા સામે દિલધડક જીત મેળવી ફાઇનલમાં પહોંચ્યું હતું. હવે આજે ભારત સામે 18 રને રોમાંચક જીત મેળવી ફરી ફાઇનલમાં પહોંચ્યું છે. - ટીમ ઇન્ડિયા સતત બીજીવાર સેમિમાં હારી  : ભારતીય ટીમ સતત બીજા વિશ્વ કપમાં સેમિફાઇનલમાં હારીને બહાર થયું છે. 201પના વર્લ્ડ કપમાં ટીમ ઇન્ડિયાની ઓસ્ટ્રેલિયા સામે હાર થઈ હતી. જ્યારે આજે ન્યૂઝીલેન્ડ સામે પરાજય થયો હતો. બીજી તરફ કિવીઝ ટીમ સતત બીજા વર્લ્ડ કપમાં ફાઇનલમાં પહોંચી છે. - સેમિમાં કોહલીની નિષ્ફળતા યથાવત્   : ટીમ ઇન્ડિયાનો કેપ્ટન અને વિશ્વ ક્રિકેટનો નંબર વન બેટ્સમેન ગણાતો વિરાટ કોહલી વિશ્વ કપના સતત ત્રીજા સેમિફાઇનલમાં નિષ્ફળ રહ્યો છે. 2011ના વિશ્વ કપમાં મોહાલીમાં પાકિસ્તાન સામે તે 9 રને આઉટ થયો હતો. 201પના વર્લ્ડ કપના સેમિમાં તે ઓસિ. સામે 1 રને આઉટ થયો હતો. આજે પણ કોહલી નિષ્ફળ રહીને 1 રને પાછો ફર્યો હતો. 

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer