કાલથી ગાંધીધામમાં સ્વામી રામસુખદાસજીની વાણી આધારિત ચાતુર્માસ સત્સંગ મહોત્સવ

ગાંધીધામ, તા. 10 : હૃષીકેશના ગીતા ભવનમાં ચાતુર્માસ નિમિત્તે સત્સંગ થાય છે તે પ્રણાલીના 106 વર્ષની વયે બ્રહ્મલીન થયેલા વીતરાગ સંત સ્વામી રામસુખદાસજી મહારાજની વાણી પર આધારિત હૃષીકેશના વીતરાગ સંત મનમોહનજીનો ચાતુર્માસ સત્સંગ મહોત્સવ ગાંધીધામમાં ગીતા ભવન, ઓસ્લો સિનેમા પાસે તા. 12/7થી તા. 9/9 સુધી યોજાશે. તા. 12ના સવારે અયપ્પા મંદિરથી પોથીયાત્રા નીકળી ગીતા ભવન જશે. જ્યાં તા. 16 સુધી ગીતા સત્સંગ યોજાશે, તા. 17થી 25 સુધી મારુતિ મંડળ સુંદરકાંડ પરિવાર દ્વારા નવાહ્ન પારાયણ, તા. 26થી તા. 1/8 શિવમહિમ્ન અને શિવકથા, તા. 2/8થી 16 ગીતા સાધક સંજીવની સત્સંગ, તા. 17થી તા. 23/8 ભાગવત અને ગીતા સત્સંગ, તા. 24/8થી તા. 1/9 રામકથા અને ગીતા સત્સંગ, તા. 2/9થી 9/9 ભક્ત માલ અને ગીતા સત્સંગ સાંજે 4થી 6.30 યોજાશે, જ્યારે પ્રાર્થના સવારે 5થી 6.30 વાગ્યા સુધી કરાશે. બહારથી આવનારા માટે ભોજન અને નિવાસની સુવિધા રખાઇ છે.વીતરાગ સંત રામસુખદાસજી મહારાજે ભ્રૂણહત્યા, બેટી પઢાઓ, પુનર્લગ્ન ઉપર લોકજાગૃતિનું મોટાપાયે કામ કર્યું હતું. ગાંધીધામમાં ફેબ્રુ. 1999માં મોટી સંખ્યામાં સત્સંગીઓએ ગીતા સાધક સંજીવની અનુરૂપ સત્સંગનો લાભ લીધો હતો. એમની પ્રેરણાથી ગાયત્રી મંદિરથી શરૂ?થયેલી પ્રભાતફેરી તેમની કૃપાથી નિર્માણ પામેલા ગીતા ભવન સત્સંગ હોલમાં નિયમિત સવારે 9.45થી 11 રામાયણ અને ગીતાપઠન ચાલુ છે. વધુ માહિતી માટે સંપર્ક : સ્નેહીલાલ ગોયલ-98256 62028.   

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer