ભુજમાં આગામી માસે જિલ્લા- કક્ષાનો નેશનલ સાયન્સ સેમિનાર

ભુજ, તા. 10 : ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેકનોલોજી (ગુજકોસ્ટ) અને ધી ઇન્ડિયન પ્લેનેટેરી સોસાયટી સંચાલિત કચ્છમિત્ર જિલ્લા લોક વિજ્ઞાન કેન્દ્ર દ્વારા જિલ્લાકક્ષાના નેશનલ સાયન્સ સેમિનાર 2019નું આયોજન આગામી ઓગસ્ટમાં કરવામાં આવ્યું છે. સેમિનારનો વિષય `રાસાયણિક તત્ત્વોનું આવર્તક કોષ્ટક તેની માનવ કલ્યાણ (સુખાકારી) પર અસરો' રહેશે. જેમાં કચ્છ જિલ્લાની સરકારી તેમજ બિનસરકારી પ્રાથમિક વિભાગમાંથી ધો. 8નો એક વિદ્યાર્થી અને માધ્ય. વિભાગમાંથી શાળાદીઠ એક વિદ્યાર્થી ભાગ લઇ શકશે. સ્પર્ધામાં આપેલા વિષય પર વિદ્યાર્થીએ છ મિનિટનું વકતવ્ય ચાર્ટ અથવા સ્લાઇડ દ્વારા આપવાનું રહેશે.કાર્યક્રમ ઓગસ્ટ દરમ્યાન ભુજ ખાતે યોજાશે જે શાળાઓએ આ સેમિનારમાં ભાગ લેવો હોય તેઓએ તા. 25-7 સુધી એક વિદ્યાર્થી અને એક શિક્ષકનું નામ શાળાના લેટર પેડ ઉપર લખી ધી ઇન્ડિયન પ્લેનેટરી સોસાયટી સંચાલિત કચ્છમિત્ર જિલ્લા લોક વિજ્ઞાન કેન્દ્રના ઇ-મેઇલ ળફવયતવૂફશાફિદશક્ષ87।઼ લળફશહ.ભજ્ઞળ અથવા ઠવફાતિંફા નંબર 79844 84561 પર મોકલી આપવું. વધુ માહિતી માટે સંસ્થાના કો-ઓર્ડિનેટર પ્રવીણ મહેશ્વરી મો. 79844 84561, 99789 72224નો સંપર્ક કરવા યાદીમાં જણાવાયું છે. 

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer