શનિવારે ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તામંડળ દ્વારા કચ્છમાં લોક અદાલતનું આયોજન

ભુજ, તા. 10 : રાષ્ટ્રીય કાનૂની સેવા સત્તામંડળ નવી દિલ્હી તથા ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તામંડળ દ્વારા આગામી તા. 13ના શનિવારે  કચ્છમાં લોક અદાલતનું આયોજન કરાયું છે. આ લોક અદાલતમાં તમામ  સમાધાન લાયક લગ્ન વિષયક તકરારો,  મોટર અકસ્માત વળતર, ફોજદારી સમાધાનપાત્ર સહિતના  તથા પ્રિલિટીગેશન કેસો જે હજુ અદાલતમાં  આવ્યા ન હોય તેવા બેંક રિકવરી,  લેબર,  વીજ-પાણીના બાકી લેણા જેવા કેસો મૂકી શકાશે.  

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer