ભારત સામે સરફરાઝ અવઢવમાં હતો : સચિન

ભારત સામે સરફરાઝ   અવઢવમાં હતો : સચિન
માંચેસ્ટર, તા. 17 : માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકરનું માનવું છે કે વર્લ્ડ કપમાં ભારત સામેની મેચમાં પાકિસ્તાનનો કેપ્ટન અવઢવ (કન્ફ્યુજ)માં હતો. તેની ટીમ પાસે કોઇ સોચ ન હતી. ભારતે પાકિસ્તાન સામેની મેચ ડકવર્થ-લૂઇસથી આસાનીથી 89 રને જીતી લીધી હતી. મેચ બાદ એક ટીવી ઇન્ટરવ્યૂમાં સચિને વાત કરી હતી. સચિને જણાવ્યું કે મને લાગી રહ્યું હતું કે, સરફરાઝ કન્ફયુજ હતો. કારણ કે જ્યારે વહાબ રિયાઝ બોલિંગ કરી રહ્યો હતો ત્યારે તેણે શોર્ટ મિડવિકેટ પર ફિલ્ડર રાખ્યો હતો. આ પછી જ્યારે શાદાબ ખાન બોલિંગમાં આવ્યો તો તેણે સ્લીપમાં એક ફિલ્ડર ગોઠવ્યો. આવી હાલતમાં લેગ સ્પિનર માટે દડો પકડવો મુશ્કેલ હોય છે. ખાસ કરીને જ્યારે લાઇન-લેન્થ સાચી ન હોય. એક મોટી મેચમાં પાક સુકાનીનું વલણ અને રણનીતિ બરાબર ન હતી. તેની પાસે વિચારનો બિલકુલ અભાવ હતો. સચિને એમ પણ જણાવ્યું કે પાકિસ્તાની બોલર સ્થિતિનો ફાયદો ઉઠાવી શકયા નહીં. કયારે પણ એવું લાગ્યું નહીં કે ભારતની વિકેટ વિરોધી ટીમની રણનીતિમાં પડી. વહાબે વિકેટ નજીક બોલિંગ ફેંકવા ઘણી કોશિશ કરી, પણ ત્યારે ઘણું મોડું થઇ ચૂકયું હતું.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer