કોટડા આથમણામાં નવમા દિવસે ટેન્કર આવતાં મહિલાવર્ગ ઊમટયો

કોટડા આથમણામાં નવમા દિવસે ટેન્કર આવતાં મહિલાવર્ગ ઊમટયો
કોટડા (ચ) (તા. ભુજ), તા. 16 : તાલુકાની ચકાર જાંબુડી જૂથ પાણી પુરવઠા યોજના હેઠળ આવતા કોટડા આથમણાના દલિતવાસ જેમાં કોલી સહિતના સમાજની નવેકસો વસ્તી તેમજ દાતણિયા, યોગીવાસ જેની પંદરથી સતરસોની વસ્તી છેલ્લા નવેક દિવસથી પીવાનાં પાણી માટે કાળઝાળ ગરમી, તાપના કારણે દરદર ભટકે છે. તો અમુક પીવાના પાણીની બોટલો ખરીદી પ્યાસ બુઝાવે છે. આ યોજનાની મોટરો અવારનવાર બળી જાય છે. પાણી  સમિતિના રામજી ખેરાજ, નામોરી થાવર, ધનજી ખેતા, દિનેશ દેવજી સાથે જગદીશ કરમશીએ હૈયાવરાળ કાઢતાં કહ્યું કે, આ યોજનાનો વાલ્વમેન કોણ છે તેની જ તેમને જાણ નથી. પાણી પુરવઠા ખાતાને ફોન કરી ફરિયાદ કરી તો નવમે દિવસે એક ટેન્કર પાણી આવતાં મહિલાઓ ઊમટી પડી હતી. જૂથ પાણી યોજનાની મોટરો અવારનવાર કેમ બળી જાય છે. બોરમાં પડી જાય છે તેની ખાતું અલગથી તપાસ કરે એવી લોકમાગણી છે. ગરીબ શ્રમજીવી લોકોની પીવાના પાણીની સમસ્યા કાયમ હલ કરવા તંત્રે યોગ્ય કરવા અને દરરોજ ટેન્કર મોકલવા, તાત્કાલિક મોટર ચાલુ કરવા માંગ કરાઈ છે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer