ભુજમાં સુરત જેવી ઘટના ન બને તે માટે ટયૂશન વર્ગોની મંજૂરી રદ કરો

ભુજમાં સુરત જેવી ઘટના ન બને તે માટે ટયૂશન વર્ગોની મંજૂરી રદ કરો
ભુજ, તા. 16 : કચ્છના વિદ્યાર્થીઓની સલામતીની જગ્યાએ ભુજમાં ચાલતા ટયૂશન વર્ગ શરૂ કરવાની પરવાનગી આપી છે તે રદ કરવા નગરપાલિકા પ્રમુખને હિન્દુસ્થાન નિર્માણ?દળ?અને એએચપી બજરંગ દળે આવેદપત્ર સાથે ચીમકી આપી હતી કે 15 દિવસમાં કાર્યવાહી નહીં કરાય તો નગરપાલિકા સામે ધરણા કરાશે. સુરતમાં ટયૂશન કલાસમાં આગ લાગી અને ત્રેવીસ વિદ્યાર્થી મૃત્યુ પામ્યા. આ ઘટનાને ધ્યાને લીધા વગર ભુજના માલેતુજાર સંચાલકો સામે તંત્ર ઘૂંટણિયે પડી ગયું છે તેવું આવેદનપત્રમાં જણાવી ફાયર એનઓસી વગર ભુજમાં ચાલતા ટયૂશન કલાસ બંધ કરવા માંગ કરી હતી. આ આવેદનપત્ર એચ. એન. ડી.ના કચ્છ જિલ્લા યુવક મોરચાના પ્રમુખ રોહિતભાઇ અબોટી, મહામંત્રી વીરેન્દ્રસિંહ જાડેજા, ભુજ શહેર પ્રમુખ કુલદીપસિંહ જાડેજા, (એએચપી બજરંગ દળ) કપિલ બી. મહેતા, મિલન સોની, મુકેશ ગોસ્વામી, નરેન્દ્રસિંહ જાડેજા, જીતુભા સોઢા સહિતના મોટી સંખ્યામાં કાર્યકરો જોડાયા હતા. આવેદનપત્ર આપતાં પહેલાં ભુજ લેવા પટેલ કન્યાશાળા, માતૃછાયા વિદ્યાલય, વી. ડી. હાઇસ્કૂલ, ઇન્દ્રાબાઇ ગર્લ્સ હાઇસ્કૂલ, ઓફ્રેડ હાઇસ્કૂલ સહિતની શાળામાં વિદ્યાર્થીઓની સલામતી અંગે શાળાઓની રૂબરૂ મુલાકાત લઇ આચાર્યો સાથે ચર્ચા કરી હતી.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer