વડીલોને યાત્રા કરાવવી એ જીવનમાં ઉત્તમ સત્કાર્ય છે

વડીલોને યાત્રા કરાવવી એ જીવનમાં ઉત્તમ સત્કાર્ય છે
મોટી વિરાણી(તા.નખત્રાણા), તા. 16 : નખત્રાણા સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયામાં કેશિયર પદેથી નિવૃત્ત થતાં  કર્મચારીએ ખુશાલીમાં 60 જેટલા વડીલ ત્રી-પુરુષોને સૌરાષ્ટ્રના પ્રસિદ્ધ યાત્રાધામોનો નિ:શુલ્ક ચાર દિવસીય યાત્રા પ્રવાસ કરાવીને પ્રેરક ઉદાહરણ પૂરું પાડયું હતું.  મોટી વિરાણી ગામના વસંતગિરિ ગોસ્વામી 37 વરસ લગી ભુજ-માનકૂવા પછી છેલ્લે નખત્રાણાની એસ.બી.આઈ. બેન્કમાં કેશિયર તરીકે સેવા બજાવી નિવૃત્ત થતાં મોટી વિરાણી રવિભાણ આશ્રમ રામજી મંદિરે તેમને વિદાયમાન સાથે સૌરાષ્ટ્ર વડીલ યાત્રા સંઘને પ્રયાણ કરવા માટે સંસ્થાનના લઘુ મહંત સુરેશદાસની હાજરીમાં તથા ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજાની વિશેષ ઉપસ્થિતિમાં કાર્યક્રમ યોજાયો હતો. ભક્તિમાર્ગમાં યાત્રાધામોના દર્શન શ્રેષ્ઠ છે તેમાં પણ વડીલોને યાત્રા કરાવવી એ ઉત્તમ સત્કાર્ય છે. માનસ શાત્રમાં શ્રવણકુમારે માતા-પિતાને કાવડ દ્વારા યાત્રા કરાવી અરિત્વ પ્રાપ્ત કર્યું એવું જણાવી આશીર્વચન આપતાં સુરેશબાપુએ વડીલ યાત્રા આયોજન કરવાને બિરદાવતાં દરેકે આવા સત્કાર્યો કરી સંસારમાં શ્રવણ બની વડીલોની સેવા કરજો એવા આશીર્વચન આપ્યા હતા. ઉપસ્થિત ધારાસભ્ય શ્રી જાડેજાએ સેવાભાવી પરિવારના નિવૃત્ત થતા બેન્ક કર્મચારી વસંતગિરિના સત્કાર્યના સાહસ બદલ ધન્યવાદ આપ્યા હતા. જ્યારે યાત્રા પ્રવાસના પ્રેરક સંત શાંતિદાસજી મહારાજે ટેલિફોનિક શુભેચ્છા સાથે યાત્રાની સફળતા માટે આશીર્વાદ આપ્યા હતા. આશ્રમ દ્વારા યાત્રીઓને મહાપ્રસાદ ગ્રહણ કરાવાયો હતો. પરિવારના દામોદરગિરિ, ગિરીશગિરી, સેજલબેન, દેવેન્દ્રભારથી, હિરેન ગોર, રશ્મિબેન, દેવમગિરી દ્વારા સંતોનું સન્માન કરાયું હતું.  કાર્યક્રમનું સંચાલન છગનલાલ આઈયાએ કર્યું હતું. આભારવિધિ શાત્રી વિનોદભાઈ જોષીએ કરી હતી. 

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer