શિક્ષણ દ્વારા સમાજનો સર્વાંગી વિકાસ શક્ય

શિક્ષણ દ્વારા સમાજનો સર્વાંગી વિકાસ શક્ય
ભુજ, તા. 16 : 21મી સદી જ્ઞાનની સદી છે. વર્તમાન સમયમાં જેની પાસે જ્ઞાન હશે એ જ પોતાના ક્ષેત્રમાં સફળતા મેળવશે. શિક્ષણ દ્વારા સમાજનો સર્વાંગી વિકાસ શકય બને છે એવું મુંદરામાં નવનિર્મિત રાજપ્રકાશ સ્કૂલના ઉદ્દઘાટન કાર્યક્રમને સંબોધતાં અન્ન-નાગરિક પુરવઠા રાજ્યમંત્રી ધર્મેન્દ્રાસિંહ જાડેજાએ જણાવ્યું હતું. આજે રાજપ્રકાશ ચેરિટેબલ એન્ડ એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા નવનિર્મિત સ્કૂલનું રાજયમંત્રી શ્રી જાડેજાના હસ્તે ઉદ્દઘાટન કરાયું હતું. રાજ્યમંત્રી વાસણભાઈ આહીર સહિત મહેમાનોની ઉપસ્થિતિમાં મંત્રી ધર્મન્દ્રસિંહ જાડેજાએ વધુમાં જણાવ્યું હતું કે, શિક્ષણની સાથે સંસ્કાર અને દેશની સંસ્કૃતિના જ્ઞાન-દર્શનના સમન્વયથી આદર્શ ભાવિ પેઢીનું નિર્માણ થઇ શકશે. શિક્ષણ સાથે વિનય, વિવેક અને નમ્રતા કેળવવી પણ ખૂબ જરૂરી છે. વડાપ્રધાન શ્રી મોદી અને મુખ્યપ્રધાન શ્રી રૂપાણીના નેતૃત્વમાં ભૂકંપ પછી કચ્છનો ખૂબ જ ઝડપી વિકાસ થયો છે. તેમ જણાવી તેમણે સંસ્થાને અભિનંદન પાઠવ્યાં હતા. આ પ્રસંગે સામાજિક અને શૈક્ષણિક પછાત વર્ગોના કલ્યાણ રાજયમંત્રી શ્રી વાસણભાઈ આહીરે શિક્ષણનું વ્યાપારીકરણ ન થવું જોઇએ, તેમ જણાવી શિક્ષણને સેવાનું માધ્યમ બનાવવા આહ્વાન કર્યું હતું. આ તકે તેમણે ખાનગી શાળાઓમાં પણ ગરીબ તેમજ જરૂરિયાતમંદ વાલીઓનાં બાળકોને એડમિશન ફી વિના પ્રવેશ આપવા અનુરોધ કર્યો હતો અને વડાપ્રધાન-મુખ્યમંત્રી દ્વારા કરાઇ રહેલા વિકાસકાર્યોનો ઉલ્લેખ કરી સંસ્થાને અભિનંદન પાઠવ્યાં હતા. આ પ્રસંગે સંત શાંતિદાસજી તેમજ કશ્યપ શાત્રી મહારાજે આશીર્વચન પાઠવ્યાં હતા. પ્રારંભે ટ્રસ્ટના કિશોરાસિંહ પરમારે સ્વાગત પ્રવચન કર્યું હતું. આ પ્રસંગે માંડવી-મુંદરા વિસ્તારના ધારાસભ્ય વીરેન્દ્રાસિંહ જાડેજા, ધારાસભ્યો માલતીબેન મહેશ્વરી, પ્રદ્યુમનાસિંહ જાડેજા, જિલ્લા પંચાયત અધ્યક્ષ લક્ષ્મણાસિંહ સોઢા, પૂર્વ ધારાસભ્યો રમેશભાઈ મહેશ્વરી, ચંદ્રશભાઈ પટેલ, તાલુકા પંચાયતના પ્રમુખ દશરથબા ચૌહાણ, શિક્ષણ સમિતિના ચેરમેન છાયાબેન ગઢવી, ભચાઉ નગરપાલિકા પ્રમુખ કુલદીપાસિંહ જાડેજા, મુંદરાના સરપંચ ધર્મેન્દ્ર જેસર, સંતશ્રી કલ્યાણદાસજી બાપુ, દિલીપરાજા કાપડી, થારઇ માતાજી, સૈયદ અલીબાપુ, વાલજીભાઈ ટાપરિયા, રામજીભાઈ ધેડા, સલીમભાઈ જત, ક્ષત્રિય સમાજના આગેવાનો એન. કે. જાડેજા, જોરુભા રાઠોડ તેમજ મહેન્દ્રાસિંહ જામ સહિત અગ્રણીઓ વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer