ગાંધીધામની ડાન્સ અકાદમીને પુનામાં 30 રાષ્ટ્રીય પુરસ્કાર

ગાંધીધામની ડાન્સ અકાદમીને પુનામાં 30 રાષ્ટ્રીય પુરસ્કાર
ગાંધીધામ,તા.16 : તાજેતરમાં પુના ખાતે અખિલ ભારતીય સાંસ્કૃતિક સંઘ અને ગ્લોબલ કાઉન્સિલ ઓફ આર્ટ એન્ડ કલ્ચરલના ઉપક્રમે યોજાયેલી રાષ્ટ્રીય કક્ષાની ડ્રામા, ડાન્સ નૃત્ય સ્પર્ધામાં ગાંધીધામ આદિપુરની કલા સંસ્થાના વિદ્યાર્થીઓએ શ્રેષ્ઠ કલાનું પ્રદર્શન કરી કચ્છનું નામ રષ્ટ્રીય સ્તરે રોશન કર્યું હતું. ગાંધીધામની માર્ગમ ડાન્સ અકાદમીના તમામ કલાકારોએ પારિતોષિક હાંસલ કર્યા હતા. અકાદમીના સંચાલક ધારા શાહના જણાવ્યા પ્રમાણે સંસ્થાને આ સ્પર્ધામાં 30 જેટલા પારિતોષિક એનાયત થયા હતા. માર્ગમ અકાદમીના 6 વર્ષથી 50 વર્ષ સુધીના 30 કલાકારોએ ભાગ લીધો હતો. લોક નૃત્ય સેમી કલાસીકલમાં વિશ્વા, યાના, નૈયા, માહી, ખુશી, સીમરન, યુકતા, મનાલી, કાવ્યા, માહી ઠક્કર, ધ્યાના, આદ્યા, વંશીકા,  સેજલ, રાશી, ધ્રુવી, એન્જલ, મુદીનતાએ પ્રથમ સ્થાન હાંસલ કર્યું હતું. જયારે મીનાક્ષી, સતાક્ષી, વંશીકા, સેજલ અનુ, વિશ્વા, સિમરન, યુકતા, નૈયા, માહી, મનાલી, રાશી, મુદીતા, ખુશી, વિશ્વાએ દ્વિતીય સ્થાન મેળવ્યું હતું. જ્યારે લીપિકા, સેજલ, અનુ, પુર્વી, પદમા, કીંજલ, આશા, મોનિકાના ગ્રુપે ત્રીજો ક્રમ હાંસલ કર્યો હતો. આ વેળાએ ગુરુનું સન્માન પણ કરવામાં આવ્યું હતું. સંસ્થાના તમામ કલાકારો આંતરરાષ્ટ્રીય સ્તરે પણ પસંદગી પામ્યા હતા. સંચાલકે ભારતીય કલા જગતને વિશ્વ સ્તરે રજૂ કરવાની અને કલાના કામણ અને સુવાસને ચોતરફ ફેલાવવાની નેમ વ્યકત કરી હતી. આદિપુરની વિવિધ પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલી સંસ્થા સિક્રો અકાદમીના ગાયન અને ભરતનાટ્ટયમ વિભાગના તજજ્ઞો અને કલાકારોએ ભાગ લીધો હતો. ભરત નાટ્ટયમ વિભાગના વડા નિરાલીબેન પંડયાના માર્ગદર્શન હેઠળ સાક્ષી ત્રિવેદી, દિતષા પટેલ, ભૂમિ પરમાર, દિવ્યા બુલચંદાની, જહાન્વી ઠક્કરે ભાગ લીધો હતો. અને ગ્રુપે ત્રીજો ક્રમાંક મેળવ્યો હતે. સાક્ષી અને દિતષા પટેલના વ્યક્તિગત પરર્ફોમન્સને એમના વયજૂથમાં તૃતીય ક્રમાંક મેળવ્યો હતો. શાત્રીય ગાયનમાં રાગ બિહાગ રજૂ કરનારા દક્ષ છાયાએ દ્વિતીય ક્રમાંક જ્યારે  રાગ મારુ બિહાગ પ્રસ્તુત કરી કાજલ છાયાએ પ્રથમ ક્રમાંક હાંસલ કર્યો હતો. તબલા ઉપર દક્ષ છાયા સાથે પુનાના પ્રશાંત પાઠકે સંગત કરી હતી. અકાદમીના ડાયરેકટર કૌશલ છાયાએ કલાકારોને અભિનંદન પાઠવ્યા હતા. ટીમ મેનેજર તરીકે જયેશ ત્રિવેદી અને પ્રો.નીરજ પંડયા સાથે રહ્યા હતા.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer