ગાંધીધામ-આદિપુરની મધ્યમાં 100 વૃક્ષોનું વાવેતર : સંસ્થા દ્વારા ઉછેર થશે

ગાંધીધામ-આદિપુરની મધ્યમાં 100 વૃક્ષોનું વાવેતર : સંસ્થા દ્વારા ઉછેર થશે
ગાંધીધામ, તા. 16 : લોહાણા મહાપરિષદ (કચ્છ વિભાગ) અને વૈદિક સત્સંગધામ (આદિપુર)ના સંયુક્ત ઉપક્રમે તાજેતરમાં ગાંધીધામ આદિપુરની મધ્યમાં આવેલા રમતગમત સંકુલ ખાતે વૃક્ષારોપણના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. મહાપરિષદના વિભાગીય ઉપપ્રમુખ કે.સી. ઠક્કરના જન્મદિવસના ઉપલક્ષમાં યોજાયેલા આ કાર્યક્રમ વેળાએ રમતગમત સંકુલમાં અલગ અલગ પ્રકારના 100 જેટલાં વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું હતું. જેમાં આર્થિક સહયોગ કે.સી. ઠક્કર દ્વારા આપવામાં આવ્યો હતો. લોહાણા મહાપરિષદના પ્રમુખ પ્રવીણ કોટક, ભાગવતાચાર્ય ચંદ્રકાંત શુકલ, અખિલ કચ્છ લોહાણા મહાજનના પ્રમુખ બળવંત રાજદે, અખિલ કચ્છ રઘુવંશી સોશિયલ ગ્રુપના પ્રમુખ પંકજ ઠક્કર, અલ્પાબેન કોટક, ગીતાબેન ઠક્કર, વાગડ લોહાણા રઘુવંશી પરિવારના પ્રમુખ મોહન રાજદે, નવીન કાનાબાર વગેરેએ વૃક્ષોનું વાવેતર કરી  જન્મદિવસ ઉજવવાના કે.સી. ઠક્કરના હેતુને બિરદાવ્યો હતો. પર્યાવરણની જાળવણી માટે સૌ કોઈ આ પ્રકારનો સંકલ્પ લે તેવી લાગણી આ કાર્યક્રમ વેળાએ વ્યક્ત કરાઈ હતી. ગાંધીધામ આદિપુરમાં આજ દિન સુધી 2 હજાર વૃક્ષોનું વાવેતર કરી 90 ટકાથી વધુ સફળતા મેળવનારી સંસ્થા વૈદિક સત્સંગધામ આદિપુર દ્વારા આ 100  વૃક્ષોને ઉછેરવામાં આવશે. આ વેળાએ જયેશ રૂપારેલ, ઘનશ્યામ ગટ્ટા, નટવરલાલ રતાણી, શામજી સચદે, હરગોવિંદ મીરાણી, નવીન કાનાબાર, મીનાબેન ભટ્ટ, અંજાર વાગડ લોહાણા રઘુવંશી પરિવારના નવીનભાઈ વગેરે ઉપસ્થિત રહ્યા હતા. આયોજનમાં વૈદિક સત્સંગધામના રાજુભાઈ સચદે, ભરત મિરાણી, નીલેશ પોપટ વગેરે સહયોગી બન્યા હતા.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer