ડીપીટી કર્મચારી રહેણાક પ્લોટ અંગે શિપિંગ મંત્રીને રજૂઆત

ડીપીટી કર્મચારી રહેણાક પ્લોટ અંગે શિપિંગ મંત્રીને રજૂઆત
ગાંધીધામ, તા. 16 : દીનદયાલ પોર્ટ ઓફિસર્સ એસોસીએશનના પદાધિકારીએ નવનિયુક્ત કેન્દ્રીય શિપિંગ રાજ્યમંત્રીની શુભેચ્છા મુલાકાત લઈ અધિકારીઓને સ્પર્શતા પ્રશ્નો અંગે રજૂઆત કરી હતી. ઓફિસર્સ એસોસીએશનના મહામંત્રી રવિ મહેશ્વરીએ કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાને અધિકારીઓ અને કર્મચારીઓ વતી શુભેચ્છા આપી હતી. ટ્રાન્સપોર્ટ ભવન ખાતે યોજાયેલી મુલાકાત વેળાએ એસોસીએશન દ્વારા પોર્ટના કર્મચારીઓના રહેણાક   માટે  વિલંબમાં  પડેલા પ્લોટ ફાળવણીના પ્રશ્ન  અંગે ધ્યાન દોરવામાં આવ્યું હતું. આ મામલે મંત્રી શ્રી માંડવિયાએ હકારાત્મક અભિગમ દાખવી આવનારા સમયમાં આ પ્રશ્નનું નિરાકરણ આવી જશે તેવું જણાવ્યું હતું.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer