માન્ચેસ્ટર જાણે મુંબઇ... ને રોહિત રંગમાં

વર્લ્ડકપમાં રોહિતની આ બીજી સદી છે. પાછલી ઓસ્ટ્રેલિયા સામેની મેચમાં પણ સદી કરી હતી. પાક. સામે તેની આ બીજી સદી છે. છેલ્લે એશિયા કપમાં પાક. સામે સદી કરી હતી. -માંચેસ્ટરના ઓલ્ડ ટ્રેફર્ડ મેદાન પર  આજે ઉપસ્થિત પ્રેક્ષકોમાં 70 ટકા ભારતીયો હતા. માંચેસ્ટરમાં મોહાલી જેવા દ્રશ્યો  જોવા મળી રહ્યા હતા. -ભારતના 100 રન 17.3 ઓવરમાં વિના વિકેટે થયા હતા. જ્યારે 200 રન 34.2 ઓવરમાં બે વિકેટે બન્યા હતા. ભારતના પ્રથમ વિકેટમાં ઓપનર્સે પહેલી વાર વિશ્વકપમાં પાકિસ્તાન સામે 100 રનની ભાગીદારી કરી છે. તે ઉપરાંત પહેલી વાર ભારતે પહેલી વિકેટ માટે સતત 2 મેચમાં 100 રનની ભાગીદારી કરી છે. ઓપનર  રોહિતે 34 બોલમાં પોતાની અર્ધ સદી પૂરી કરી હતી. તેણે સતત પાંચમી મેચમાં ફિફટી ફટકારી છે તેમજ આ વર્લ્ડ કપમાં અને પાકિસ્તાન સામેની વનડેમાં આ તેની સતત ત્રીજી ફિફટી છે. -રોહિત-રાહુલના નામે પાકિસ્તાન સામે ભારત તરફથી વર્લ્ડ કપમાં હાઇએસ્ટ ઓપનિંગ પાર્ટનરશિપનો નવો રેકોર્ડ બન્યો છે. આ પહેલાં સચિન તેંડુલકર-નવજોતસિંહે બેંગ્લોરમાં 1996ના વર્લ્ડકપમાં 90 રન જોડયા હતા. જ્યારે આજે રોહિત-રાહુલ વચ્ચે 136 રનની ભાગીદારી થઇ હતી. -ભારત માટે ઇન્ટરનેશનલ ક્રિકેટમાં સૌથી વધુ સિક્સ ફટકારનાર બેટ્સમેન તરીકે રોહિત શર્મા પ્રથમ સ્થાને આવી ગયો છે. તેના વનડેમાં હવે કુલ 356 છગ્ગા થયા છે. આ પછી એમ.એસ. ધોની (355 છગ્ગા), સચિન તેંડુલકર (264), યુવરાજસિંહ (251) અને સૌરવ ગાંગુલી (247) છે. આજે ઇનિંગ્સની પાંચમી ઓવરમાં આમિરને ડેન્જર એરિયા પર ફોલો થ્રુમાં ચાલવા માટે અમ્પાયરે આમિરને બીજી વોર્નિંગ આપી હતી. જો તે વધુ એક વખત પીચ ઉપર દોડશે તો તે મેચમાં બોલિંગ કરી શકશે નહીં. -ભારત માટે સૌથી વધુ વનડે રમનાર ખેલાડીમાં ધોની બીજા સ્થાને આવી ગયો છે. આ ક્રમમાં (463) સચિન તેંડુલકર પછી (341), એમ.એસ. ધોની અને (340) રાહુલ દ્રવિડ છે. -પાકિસ્તાને ટોચ જીતીને બોલિંગ લીધી વર્લ્ડ કપની 22મી મેચમાં માન્ચેસ્ટરના ઓલ્ડ ટ્રેફોર્ડ ખાતે પાકિસ્તાનના કેપ્ટન સરફરાઝ અહેમદે ટોસ જીતીને બોલિંગ લીધી હતી. ભારતે પોતાની ટીમમાં શિખર ધવનની જગ્યાએ વિજય શંકરને સ્થાને આપ્યું છે. જ્યારે પાકિસ્તાનની ટીમમાં શાદાબ ખાન અને ઇમાદ વસીમ, શાહિન આફ્રિદી અને આસિફ અલીની જગ્યાએ રમી રહ્યો છે. -પહેલી વખત ભારત પાકિસ્તાનની વર્લ્ડ કપ મેચમાં કોઇ કેપ્ટને ટોસ જીતીને બોલિંગ લીધી છે. ભારત ઇલેવન : રોહિત શર્મા, લોકેશ રાહુલ, વિરાટ કોહલી (કેપ્ટન), વિજય શંકર એમ.એસ. ધોની (વિકેટકીપર), કેદાર જાધવ, હાર્દિક પંડયા, ભુવનેશ્વર કુમાર, કુલદીપ યાદવ, યજુવેન્દ્ર ચહલ અને જસપ્રીત બુમરાહ.  પાકિસ્તાન ઇલેવન : ઇમામ ઉલ હક, ફકર જમાન, બાબર આઝમ, શોએબ મલિક, મોહમ્મદ હાફિઝ, સરફરાઝ અહેમદ (કેપ્ટન/ વિકેટકીપર), ઇમાદ વસીમ, શાદાબ ખાન, હસન અલી, વહાબ રિયાઝ અને મોહમ્મદ આમિર. 

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer