વિરાટે સૌથી ઝડપી 11000 રનનો વિક્રમ બનાવ્યો

માન્ચેસ્ટર, તા. 16 : ઓલ્ડટ્રેફર્ડમાં પાકિસ્તાન સામે આજની શાનદાર અને જવાબદાર ઈનિંગ્સ દરમ્યાન વિરાટ કોહલીએ આંતરરાષ્ટ્રીય વન-ડેમાં 11000 રનની સિદ્ધિ મેળવી હતી. તેણે માત્ર 222 દાવમાં જ આ સીમાચિહ્ન પાર કર્યું હતું અને વનડેમાં સૌથી?ઝડપી 11000 રનનો વિક્રમ બનાવ્યો હતો. વિરાટે ભારતના જ સચિન તેંડુલકર (276 ઈનિંગ્સ)નો રેકોર્ડ તોડયો હતો. બીજી તરફ રોહિત શર્માએ અફલાતૂન સદી દરમ્યાન વર્લ્ડકપમાં ભારત તરફથી સૌથી ઝડપી શતક ફટકારનારાઓની સૂચિમાં સામેલ થયો હતો તેણે સુનીલ ગાવસ્કર (85 દડા)ના રેકોર્ડની બરોબરી કરી હતી. વિશ્વકપમાં ટીમ ઈન્ડિયા વતી સૌથી ઝડપી સદી વીરેન્દ્ર સહેવાગના નામે છે તેણે 2007માં બર્મુડા સામે 81 દડામાં સદી ફટકારી હતી. રોહિત અને લોકેશ રાહુલે 133 રનની ઓપનિંગ ભાગીદારી કરી હતી. વર્લ્ડકપમાં પાકિસ્તાન સામે આ વિક્રમ છે. 

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer