આફ્રિકાને આખરે જીત મળી : અફઘાનને 9 વિકેટે હરાવ્યું

કાર્ડિફ, તા. 16 : વર્લ્ડ કપની `ચોકર્સ' ગણાતી ટીમ દ. આફ્રિકાએ આખરે વિજયનો સ્વાદ ચાખ્યો છે. વર્લ્ડ કપની ગઇકાલે રમાયેલી વરસાદના વિઘ્ન વચ્ચેની મેચમાં દ. આફ્રિકાનો અફઘાનિસ્તાન સામે 9 વિકેટે ડકવર્થ-લુઇસ સિસ્ટમથી ભવ્ય વિજય થયો હતો. 48-48 ઓવરની આ મેચમાં અફઘાનિસ્તાનનો 34.1 ઓવરમાં 125 રનમાં ધબડકો થયો હતો. જેમાં રશિદખાનના સૌથી વધુ 35 રન હતા. જ્યારે નૂર અલી ઝરદાને 32 અને હઝરતુલ્લાએ 22 રન કર્યાં હતા. પ્રથમ વિકેટમાં 39 રનની ભાગીદારી બાદ આફ્રિકી 40 વર્ષીય સ્પિનર ઇમરાન તાહિરની ચમત્કારિક બોલિંગ સામે અફઘાન ટીમનો ધબડકો થયો હતો. ઇમરાન તાહિરે 4 અને ક્રિસ મોરિસે 3 વિકેટ લીધી હતી. 126 રનનો વિજય લક્ષ્યાંક આફ્રિકાએ 1 વિકેટ ગુમાવીને 28.4 ઓવરમાં કરી લીધો હતો. ડી'કોક 68 રને આઉટ થયો હતો. અમલાએ અણનમ 41 અને ફિલસકોવાયાએ અણનમ 17 રન કર્યાં છે. આફ્રાના સતત ત્રણ હાર અને એક રદ મેચ બાદ પાંચમી મેચમાં જીત નસીબ થઇ હતી. 

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer